પુરુષ બનીને સગીર છોકરીઓ સાથે સંબંધ બાંધતી હતી મહિલા, આ રીતે થયો ખુલાસો

News18 Gujarati
Updated: November 9, 2019, 2:35 PM IST
પુરુષ બનીને સગીર છોકરીઓ સાથે સંબંધ બાંધતી હતી મહિલા, આ રીતે થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

'આરોપી મહિલા સગીર છોકરીઓ સાથે પહેલા મિત્રતા કરતી હતી. પછી લાલચ આપીને જબરદસ્તીથી સંબંધ બનાવવા મજબૂર કરતી હતી.'

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) એક વ્યક્તિએ ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી દીધી છે. મૃતકની પત્ની પર સગીર છોકરી (Monir) સાથે યૌન શોષણનો (Sexual Exploitation) આરોપ હતો. પોલીસ આ ઘટનામાં આરોપી મહિલાનાં પતિ સાથે પૂછપરછ કરવા માટે પહોંચી હતી. પરંતુ પોલીસને જોઇને જ તે વ્યક્તિએ ત્રીજા માળેથી કુદકો મારી દીધો.

જાણકારી પ્રમાણે, પ્રકાસમ જિલ્લાનાં એસપી સિદ્યાર્થ કૌશલને એક 17 વર્ષની છોકરીએ ફરિયાદ કરી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું કે કૃષ્ણ કિશોર રેડ્ડી નામના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે. જે બાદ પોલીસે આ મામલે તપાસનાં આદેશ આપ્યાં હતાં. તપાસમાં પોલીસને જાણ થઇ કે, આરોપી કૃષ્ણ કિશોર હકીકતમાં પુરુષ નથી. પરંતુ એક મહિલા છે. તેના વાળ નાના હતા અને પહેરવેશ પણ પુરુષો જેવો જ હતો. તે પુરુષનું રૂપ ધારણ કરીને સેક્સ ટૉયનો ઉપયોગ કરીને સગીર છોકરીઓ સાથે દુષ્કર્મ કરતી હતી.

આ પણ વાંચો : New Video: હાથ જોડી મહિલા DCP શાંતિની અપીલ કરતી રહી, વકીલો કરતા રહ્યા ગેરવર્તન

પોલીસે આ મામલામાં આરોપી મહિલાનાં ઘરમાં દરોડા પાડ્યાં હતાં. જ્યાંથી તેમને સેક્સ ટૉયઝથી ભરેલી બેગ મળી હતી. આ દરમિયાન પોલીસ આરોપી મહિલાનાં પતિ સાથે પૂછપરછ કરવાની હતી. પરંતુ પત્નીનાં આવા ખુલાસાને કારણે તે એટલો ડરી ગયો હતો કે, ભાગતા ભાગતા ત્રીજા માળેથી નીચે પડ્યો. પોલીસે તેને હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું કે, ' મૃતક પુરુષ મહિલાનો ત્રીજો પતિ હતો. આરોપી મહિલા સગીર છોકરીઓ સાથે પહેલા મિત્રતા કરતી હતી. પછી લાલચ આપીને જબરદસ્તીથી સંબંધ બનાવવા મજબૂર કરતી હતી.' પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત મામલો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading