Home /News /india /

PF વધવાની સાથે તમારાં પેન્શન-ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે, જાણો કઈ રીતે...

PF વધવાની સાથે તમારાં પેન્શન-ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે, જાણો કઈ રીતે...

આ રીતે પૈસા નીકાળવા પડે તો નહીં લાગે ટેક્સ ઈપીએફઓએ કેટલાક લોકો માટે ટેક્સ વગર પૈસા ઉપાડવાની છૂટ આપી છે. 1. જો કોઈ કર્મચારી પાંચ વર્ષ સુધી સળંગ કામ કરતો હોય 2. જો પાંચ વર્ષ પહેલા નોકરી સ્વાસ્થ્યના કારણથી, કંપની બંધ થવાથી અથવા એવા કારણે જો કર્મચારીના વશમાં ના હોય.

  મૂળ પગારના 50 ટકા કરતાં વધુના અલાઉન્સને પણ મૂળભૂત પગારના ભાગરૂપે ગણવામાં આવશે અને કંપનીએ પણ આના પર PF કાપવાનો રહેશે. આનાથી ફક્ત કર્મચારીઓના પીએફ યોગદાનમાં જ વધારો નહીં, પરંતુ પેન્શન અને ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે, જે છેલ્લે કર્મચારીઓના લાભમાં રહેશે.

  PFનો ફાળો ઘટાડવા માટે મૂળભૂત પગાર ઘટાડવું કંપનીઓ માટે હવે સરળ રહેશે નહીં. કંપનીઓની ચાલાકી અંકુશમાં લેવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ આ દરખાસ્ત રજૂ કરી છે. આની હેઠળ મૂળભૂત પગારના 50 ટકાથી વધુના અલાઉન્સને મૂળભૂત પગારનો એક ભાગ માનવામાં આવશે અને કંપનીએ એની પર PF કાપવાનો રહેશે. આનાથી માત્ર કર્મચારીઓના પીએફ યોગદાનમાં વધારો નહીં થાય, પણ પેન્શન અને ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે.

  CNBC-આવાઝ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય વ્રજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મૂળભૂત પગારના આધારે પીએફનો દાયરો ઓછો થશે. 4 કરોડમાં 1.25 કરોડ લોકોનું યોગદાન અત્યંત ઓછું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત પગારમાં વધારો કરવાથી ટેક્સ પર અસર નહીં પડે, પરંતુ એનાથી પેન્શન અને ગ્રેચ્યુટીમાં જરૂર વધારો થશે. નિવૃત્તિ પછી દરેકને વધુ પેન્શન મળશે.

  વ્યાજદરમાં ઘટાડો કરી 5 વર્ષની નીચી સપાટીએ એટલે કે 8.55 % કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પીએફ પર તમને જે લાભો મળે છે એ જાણવા માટે વધુ અગત્યનું બની ગયું છે.

  PFના લાભો જાણો

  હવે તમને તમારાં નિષ્ક્રિય એકાઉન્ટ્સ પર પણ વ્યાજ મળશે, એટલે કે જો તમારું પીએફ એકાઉન્ટ 3 વર્ષથી વધુ સમય માટે નિષ્ક્રિય છે તોપણ તમને હજી પણ એટલું જ વ્યાજ મેળશે. 2016માં ઇપીએફઓએ તેના જૂના નિર્ણયમાં ફેરફાર કર્યો હતો. આ પહેલાં તમારા 3 કરતાં વધુ વર્ષ પહેલાં નિષ્ક્રિય પડેલા PFના પૈસા પર વ્યાજ મેળવાનું બંધ થઈ જતું હતું..

  નાણાકીય નિષ્ણાતો માને છે કે ભલે તમે નિષ્ક્રિય ખાતાંઓ પર વ્યાજ મેળવી રહ્યા હોવ તોપણ તેઓ સક્રિય PF એકાઉન્ટમાંથી ટ્રાન્સફર અથવા પાછી ખેંચી લેવી જોઈએ. હાલના નિયમો અનુસાર, જો એકાઉન્ટ પાંચ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહે તો તો એ નાણાં પાછાં ખેંચી લેવા પર કર લાગશે.

  એકવાર PF એકાઉન્ટ ખૂલી જાય એટલે તમને બાઇ ડિફોલ્ટ વીમો પણ મળી જાય છે. EDLI યોજના હેઠળ તમારા પીએફ એકાઉન્ટ પર રૂ.6 લાખ સુધીનો ઇશ્યોરન્સ મળે છે. આ યોજના Employees Deposit Linked Insurance (EDLI) છે.

  તમે તમારાં બધાં PF એકાઉન્ટને યુએન નંબરથી લિંક કરી શકો છો. નોકરી બદલવા પર PFનાં નાણાંનું ટ્રાન્સફર કરવું હવે પહેલાં કરતાં વધુ સરળ બની ગયું છે.

  નવી નોકરીમાં જોડાવા માટે જૂની નોકરીનાં PFનાં નાણાંનો ક્લેઇમ કરવા માટે અલગથી ફોર્મ-13ને ભરવાની જરૂર નથી. ઇપીએફઓએ એક નવું ફોર્મ-11ને રજૂ કર્યું છે, જેનો ઉપયોગ ફોર્મ-13ની જગ્યાએ થાય છે. એનો ઉપયોગ ઓટો ટ્રાન્સફરના તમામ કેસોમાં થાય છે.

  PFમાંથી નાણાં કાઢવા માટે હવે પહેલાં કરતાં વધુ સરળ બની ગયું છે. ખાસ પરિસ્થિતિઓમાં તમે નક્કી કરાયેલી સીમા સુધીની રકમ સરળતાથી કાઢી શકો છો. ઉદાહરણ તરીકે તમારે ઘર ખરીદવા, ઘર બનાવવા માટેની ચુકવણી, માંદગી, ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરે માટે નાણાંની જરૂર પડે છે. આવી જરૂરિયાતો માટે તમારા PFમાં જમા થયેલી ડિપોઝિટમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Epfo, ભારત

  આગામી સમાચાર