Home /News /india /

આતંકવાદની કમર તોડી નાખીશું, કાશ્મીરના સારા દિવસો પાછા લાવીશુંઃ પીએમ મોદી

આતંકવાદની કમર તોડી નાખીશું, કાશ્મીરના સારા દિવસો પાછા લાવીશુંઃ પીએમ મોદી

આતંકવાદની કમર તોડી નાખીશું, કાશ્મીરના સારા દિવસો પાછા લાવીશુંઃ પીએમ મોદી

જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું હતું કે બીજાના સપનાને મારવા સૌથી મોટી કાયરતા

    જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું હતું કે બીજાના સપનાને મારવા સૌથી મોટી કાયરતા છે. પીએમે વિદ્યાર્થીઓને સંબોધિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કાશ્મીરના ખુશી ભર્યા દિવસો પાછા લાવવા માટે કૃત સંકલ્પિત છું.

    કાશ્મીરામં દેશભરના છાત્રો સાથે રુબરુ થતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે સૌથી મોટા કાયર છે જે બીજાના સપનાને મારે છે. અહીં કાશ્મીરના નિર્દોષ યુવાનો આતંકવાદના શિકાર બની રહ્યા છે. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુનિયાને બતાવી દીધું છે કે ભારત હવે ચુપ બેસનાર નથી. હું આતંકવાદની કમર તોડી દઈશ. કાશ્મીરના જૂના ખુશીના દિવસો પાછા લાવવા પ્રતિબદ્ધ છીએ.

    આ પણ વાંચો - જમ્મુમાં મોદીએ રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું, બજેટ સાંભળી વિપક્ષના નેતાના હોંશ ઉડી ગયા હતા

    પીએમે કહ્યું હતું કે આજે જ્યારે હું શ્રીગનર આવ્યો છું ત્યારે શહીદ નજીર અહમદ વાની સહિત તે હજારો વીરોને શ્રદ્ધા સુમન અર્પિત કરું છું,જેમણે શાંતિ માટે, રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શહીદ વાની જેવા યુવા જ જમ્મુ કાશ્મીર અને દેશના દરેક યુવાને દેશ માટે જીવવા અને દેશ માટે સમર્પિત થવાનો રસ્તો બતાવે છે. શહીદ નજીર અહમદ વાનીને તેના અદમ્ય સાહસ અને વીરતા માટે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    ડિજિટલ ઇન્ડિયા પર સવાલોના જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આધાર કાર્ડ ડિજિટલ ક્રાંતિનો જ ભાગ છે. જ્યારે હું કહું છુ કે અમારી પાસે 120 કરોડ લોકોના ડિજિટલ ડેટા છે તો દુનિયાને ઘણું આશ્ચર્ય થાય છે. ટેકનોલાજીના માધ્યમથી લગભગ 2.5 કરોડ છાત્રો સાથે સંવાદ દરમિયાન શિક્ષાના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો પર પીએમે કહ્યું હતું કે કૌશલ વિકાસના ક્ષેત્રમાં અમારી સરકાર શાનદાર પ્રયત્ન કરી રહી છે. 4.5 વર્ષમાં અમારા કાર્યકાળમાં જેટલું પણ કામ થયું છે તેનાથી સંતુષ્ઠ છું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Srinagar, Surgical strike, નરેન્દ્ર મોદી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन