નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ખતમ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન જેણે દેશભરમાં ખૂબ ચર્ચા જગાવી તે ટ્રિપલ તલાક બિલ પાસ ન થઈ શક્યું. શુક્રવારે શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હતો. વિપક્ષ અને સરકાર વચ્ચે આ બિલમાં રહેલી અમુક જોગવાઈ પર સહમતિ ન બની શકી, આખરે શિયાળુ સત્રને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું.
લોકસભામાં આ બિલ ગયા અઠવાડિયે જ પાસ થઈ ગયું હતું. પરંતુ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સરકારની બહુમતિ ન હોવાને કારણે બિલ પાસ થાય તે માટે વિપક્ષનો સાથ જરૂરી હતો. કોંગ્રેસ, બીજેડી, ટીડીપી સહિત 17 દળોએ માગણી કરી કે બિલને પાસ કરતા પહેલા સિલેક્ટ કમિટિ પાસે મોકલવામાં આવે. તમામ વિપક્ષી પાર્ટીઓ તરફથી એવો તર્ક આપવામાં આવ્યો હતો કે આ મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. આથી આમાં વિપક્ષની વાતને પણ સમજવામાં આવે અને તેની ભલામણો ઉપર પણ ધ્યાન આપવામાં આવે.
વિપક્ષની માંગણી હતી કે ત્રણ તલાકના કેસમાં શૌહરને ત્રણ વર્ષની સજાની જોગવાઈને ખતમ કરવામાં આવે. એવી દલીલ હતી કે શૌહર જેલમાં જશે તો મહિલાને ભરણપોષણની રકમ કોણ આપશે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર