બાલાકોટ હુમલા પછી ભારતીય સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાનના એફ -16 લડ્ડાકૂ વિમાનને મિગ-21 બાઇસનથી મારી નાંખનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત સરકારે સર્વોચ્ચ સૈન્ય સન્માન આપશે. સ્વતંત્રતા દિવસના દિવસે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ બાલકોટમાં આંતકી સંગઠનને નાબૂદ કરનાર ભારતીય વાયુસેનાના સ્ક્વાડન લીડર મિંટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા મેડલ આપવામાં આવશે.
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 40 સૈનિક શહીદ થયા હતા. તેવામાં આ હુમલાના 13 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસી આતંકી કેમ્પને પોતાનો નિશાનો બનાવ્યા હતા. આ હુમલાનો બદલો લેવા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ 21 થી પાકિસ્તાનના એફ-16 લડાકૂ વિમાનને ડોગફાઇટમાં નિયંત્રણ રેખા પર પાડી નાંખ્યું હતું.
.જો કે કેટલાક કલાકો પછી તેમનું વિમાન પણ ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું. અને તેમને વિમાનથી કૂદવું પડ્યું હતું. અભિનંદન ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતા રહ્યા હતા. અને તે પછી પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. જો કે આંતરાષ્ટ્રીય દબાવના કારણે પાકિસ્તાને પાછળથી તેમને ભારતની સહીસલામત સુપરત કર્યા હતા. અને તે માદરે વતન પરત આવ્યા હતા. જેની ખુશી સમગ્ર દેશે મનાવી હતી. અને હવે અભિનંદનને 15મી ઓગસ્ટના રોજ આ માટે જ સન્માનિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર