Home /News /india /ગૃહમંત્રી પછી હવે BSF ડીજીએ કહ્યું - અમે પોતાના જવાનની શહાદતનો બદલો LOC પર લઈ લીધો

ગૃહમંત્રી પછી હવે BSF ડીજીએ કહ્યું - અમે પોતાના જવાનની શહાદતનો બદલો LOC પર લઈ લીધો

BSF ડીજીએ કહ્યું - અમે પોતાના જવાનની શહાદતનો બદલો LOC પર લઈ લીધો

બીએસએફના ડીજી કેકે શર્માએ કહ્યું હતં કે પોતાના સૈનિકની શહાદતનો બદલો લેવા માટે અમે નિયંત્રણ રેખા પર યોગ્ય કાર્યવાહી કરી છે. અમારી પાસે યોગ્ય સમય અને પોતાની પસંદના સ્થાન પર જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે

    પાકિસ્તાન સામે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને 28 સપ્ટેમ્બરે બે વર્ષ પુરા થઈ ગયા છે. આ પ્રસંગે ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાસે ફરી પોતાના એક જવાનની શહાદતનો બદલો લઈ લીધો છે. બીએસએફના ડીજી કેકે શર્માએ કહ્યું હતું કે પોતાના સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે અમે એલઓસી પર સખત કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સેનાના જવાન નરેન્દ્ર સિંહ શહીદ થયા હતા. જવાનના શવ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

    આ પહેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ એલઓસી પાર મોટી કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. શુક્રવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે બીએસએફના એક જવાન સાથે પાકિસ્તાને જે રીતે ખરાબ હરકત કરી છે, તેને તમે જોઈ હશે. તેના પછી સીમા પર કશું થયું છે. હું બતાવીશ નહીં. થયું છે બધું જ યોગ્ય થયું છે. આગળ પણ શું થશે જોજો.

    આ પણ વાંચો - પાક સર્જિકલ સ્ટ્રાઇકનો સ્વિકાર કરત તો તેમના માટે શરમજનક વાત ગણાત - રિટા.લેફ્ટિનેન્ટ હુડ્ડા

    ગૃહમંત્રીએ કહ્યું હતું કે મેં પોતાના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને કહ્યું હતું કે પાડોશી છે, પ્રથમ ગોળી ના ચાલવતા પણ એકપણ ગોળી તે તરફથી આવે તો પછી પોતાની ગોળીઓ ના ગણતા.

    આ પછી બીએસએફના ડીજી કેકે શર્માએ કહ્યું હતં કે પોતાના સૈનિકની શહાદતનો બદલો લેવા માટે અમે નિયંત્રણ રેખા પર યોગ્ય કાર્યવાહી કરી છે. અમારી પાસે યોગ્ય સમય અને પોતાની પસંદના સ્થાન પર જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે. અમે તેમને વધારે નુકસાન પહોંચાડ્યું છે. અમે ફરી પણ આવું કરીશું
    Published by:Ashish Goyal
    First published:

    Tags: પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन