પાકિસ્તાનને વધુ એક ઝટકો, હવે પાણી માટે તરસશે: નીતિન ગડકરી

આ નદીઓના પાણીને યમુના નદીમાં લાવવામાં આવશે - ગડકરી

આ નદીઓના પાણીને યમુના નદીમાં લાવવામાં આવશે - ગડકરી

 • Share this:
  નવી દિલ્હી: પુલવામાં હુમલાને લઈને ભારતે પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી હતી કે ભારતે પાકિસ્તાન જનાર પોતાના ભાગનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. ભારત પૂર્વી નદીઓના પાણીને ડાયવર્ટ કરીને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં તેનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત પૂર્વી નદીઓના 80% ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે. જોકે અત્યાર સુધી ભારત આમ કરતું ન હતું. ભારતના આ પગલાં પછી પાકિસ્તાન સામે મુશ્કેલી પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવના છે.

  કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપતા કહ્યું હતું કે શાહપુલ કાંડીમાં રાવી નદી ઉપર ડેમનું નિર્માણ શરુ થઈ ગયું છે. આ સિવાય UJH પ્રોજેક્ટમાં જમ્મુ કાશ્મીરના ઉપયોગ માટે અમરા ભાગના પાણીને એકત્રિત કરવામાં આવશે અને તે બચેલા પાણીને Ravi-BEAS લિંકથી બીજા રાજ્યોમાં પ્રવાહિત કરવામાં આવશે.  આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બુધવારે કહ્યું હતું કે જે ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જાય છે તે નદીઓના પાણીને બંધ બનાવીને રોકવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ નદીઓના પાણીને યમુના નદીમાં લાવવામાં આવશે. જ્યારે આ યોજના લાગુ કરવામાં આવશે તો નદીમાં પાણી પર્યાપ્ત થઈ જશે.

  આ પણ વાંચો - UPમાં ગઠબંધનના સીટોની જાહેરાત, આ સીટો પર સપા-બસપા મળીને લડશે ચૂંટણી

  ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુઝફ્ફરનગરની જનતા માટે 4700 કરોડ રુપિયાની રાષ્ટ્રીય રાજ માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં ગડકરીએ મુઝફ્ફરનગરની ગર્વમેન્ટ ઇન્ટર કોલેજમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન રાખ્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: