દક્ષિણ બેંગલુરૂ સીટથી ચૂંટણી લડશે PM મોદી? કોંગ્રેસની યાદીથી ચર્ચામાં ગરમાવો

News18 Gujarati
Updated: March 24, 2019, 9:09 AM IST
દક્ષિણ બેંગલુરૂ સીટથી ચૂંટણી લડશે PM મોદી? કોંગ્રેસની યાદીથી ચર્ચામાં ગરમાવો
PM મોદીની ફાઇલ તસવીર

કોંગ્રેસ ઉમેદવારોની આ યાદીને જોઇને ચોંકાવનારી વાત સામે આવે છે કે પાર્ટીએ દક્ષિણ બેંગ્લુરૂ અને ધારવાડની સીટ પર ઉમેદવારીની જાહેરાત નથી કરી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની 18 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીંયા 20 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની આઠ બેઠકો પરથી તેના ગઠબંધન સહયોગી જેડીએસનાં ખાતામાં છે.

કોંગ્રેસ ઉમેદવારોની આ યાદીને જોઇને ચોંકાવનારી વાત સામે આવે છે કે પાર્ટીએ દક્ષિણ બેંગલુરૂ અને ધારવાડની સીટ પર ઉમેદવારીની જાહેરાત નથી કરી. ધારવાડમાં 23 એપ્રિલનાં ત્રીજા ચરણમાં મતદાન થશે. એટલે પાર્ટી પાસે હજી સમય છે. પરંતુ દક્ષિણ બેંગલુરૂ સીટ પર બીજા તબક્કામાં 18 એપ્રિલનાં રોજ મતદાન થશે અને અહીં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે.

છેલ્લા ઘણાં દિવસોથી તેવી ચર્ચા થઇ રહી છે કે વર્ષ 1991થી જ બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર આ વખતે પીએમ મોદી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ પ્રમાણે, તેમને આશંકા છે કે આ બેઠક પર કોઇ ચોંકાવનારા ઉમેદવારને ઉભો રાખશે. એટલે પાર્ટીનાં હાઇકમાન્ડ વેઇટ એન્ડ વોચનો નિર્ણય લીધો છે.

દક્ષિણ બેંગલુરૂ કોંગ્રેસ વિરોધી સીટ માનવામાં આવે છે. જો 1989ને છોડીને 1977થી અહીં ગેર કોંગ્રેસી સાંસદ જ ચૂંટાયા છે. બીજેપીએ સૌથી પહેલા વર્ષ 1991માં આ સીટ પર કબજો કર્યો હતો. ત્યારે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી દિવંગત પ્રોફેસરનાં વેંકટગિરિ ગૌડાએ અહીં કેસરીયો લહેરાવ્યો હતો. 1996થી લઇને ગત વર્ષ નવેમ્બર સુધી દિવંગત કેન્દ્રીય મંત્રી અનંત કુમારે આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કર્ણાટકનાં બીજેપી નેતા ભલે દાવો કરતાં હોય કે તેમની પાસે પીએમ મોદી અહીંથી લડે તેવી કોઇ જાણકારી નથી. પરંતુ સિટી પોલીસ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે તેમને સોમવારે સવારે શહેરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનાં આદેશ મળ્યાં છે. સૂત્રો પ્રમાણે આ આદેશ પછી માનવામાં આવે છે કે આ દિવસે કોઇ મોટા નેતા નોંધણી કરાવવા અહીં આવી શકે છે.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर