દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો હું ભાજપનો પ્રચાર કરીશ: કેજરીવાલ

News18 Gujarati
Updated: June 12, 2018, 12:02 PM IST
દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો હું ભાજપનો પ્રચાર કરીશ: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભામાં

  • Share this:
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે, જો કેન્દ્રની મોદી સરકાર દિલ્હીને પૂર્ણ રાજયનો દરજ્જો આપશે તો હું 2019ની લોકસભાની ચૂંટણી સમયે ભાજપનો પ્રચાર કરીશ અને ભાજપને જીતાડીશ.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું ભાજપના લોકોને કહેવા માંગુ છુ કે, 2019ની લોકસભા ચુંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે તો દિલ્હીનો દરેક મત ભાજપને મળશે. અમે ભાજપ માટે પ્રચાર કરીશું. વડાપ્રધાન મોદીએ વચન આપ્યુ હતું કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
તો પછી આ વચનનું શું થયું ?

અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને ઉદ્દેશ્યીને કહ્યું કે, તમારા હક માટે લડો. તમારા ભવિષ્ય અને વિકાસ માટે લડો અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે એ માટે લડો. દિલ્હી વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા એ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તે બહુમતિથી પસાર થયો.

અરવિંદ કેજરીવાલે આક્ષેપ કરતા કરતા કહ્યું કે, "2013થી 2016 સુંધી નજીબ જંગે દિલ્હીનું સુકાન સંભાળ્યુ અને એ પછી લેફટનન્ટ (ગવર્નર) અનિલ બાજપાઇ દિલ્હી પર રાજ કરી રહ્યા છે. ભારત દેશને આઝાદી મળી પણ દિલ્હી પર હજુ લફટનન્ટ ગવર્નર રાજ કરે છે. "

છેલ્લા એક વર્ષથી અરવિંદ કેજરીવાલ ચુપ હતા અને આ મુદ્દે લોકોએ તેમના પર નિશાન તાંક્યુ હતુ પણ કેજરીવાલ ફરી પાછા મેદાનમાં આવ્યા છે અને મોદી પર તીખા પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે એ માટે ફરી ચળવળ શરૂ કરી છે. કેજરીવાલ સરકારે આરોપો લગાવ્યા છે કે, કેન્દ્ર સરકાર તેમની કામમાં દખલગિરી કરે છે. કેમ કે, કેન્દ્ર સરકાર લેફટનન્ટ ગવર્નર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે અને સરકારની કામગિરીમાં અડચણો ઉભી કરવામાં આવે છે. 
First published: June 12, 2018, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading