આ છે ભડવીર ભારતીય નારી, 'ફૌજીની પત્ની એવું વિચારીને લગ્ન નથી કરતી કે આગળ શું થશે'

News18 Gujarati
Updated: February 20, 2019, 1:06 PM IST
આ છે ભડવીર ભારતીય નારી, 'ફૌજીની પત્ની એવું વિચારીને લગ્ન નથી કરતી કે આગળ શું થશે'
શહીદ મેજર વિભૂતિ ઢોંઢીયાલને જોઈને ભાવુક થયેલી પત્નીએ પહેલા તેને સલામી આપી અને બાદમાં " I Love You " કહીને વિદાય આપી

શહીદ મેજર વિભૂતિ ઢોંઢીયાલને જોઈને ભાવુક થયેલી પત્નીએ પહેલા તેને સલામી આપી અને બાદમાં " I Love You " કહીને વિદાય આપી

  • Share this:
દિપાંકર ભટ્ટ, ન્યૂઝ18 ગુજરાતી : 'એક ફૌજીની પત્ની એવું વિચારીને લગ્ન નથી કરતી કે આગળ શું થશે...આ એક એવી લાગણી છે, જેને શાબ્દિક અભિવ્યક્તિ ન આપી શકાય. રિસ્ક હંમેશા છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો ! બસ એક ફૌજીની જેમ જ બહાદુર બનવું પડે' : આ શબ્દો છે પુલવામમાં જૈશ-એ-મોહમ્મદ સાથે થયેલી અથડામણમાં વીરગતિને પામેલા મેજર વિભૂતિ ઢોંઢીયાલની ભડવીર પત્ની નિકિતા કૌલના.

પુલવામા હુમલા બાદ લગભગ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે, હરકોઈની આંખ ભીની છે પરંતુ શહાદતને વરેલા પરિવારોનો જે જુસ્સો છે, તે કાબિલે-દાદ છે. મેજર વિભુતિની પત્ની નિકિતા કૌલ ઢોંઢીયાલ કહે છે કે, મને મારા પતિની શહીદી ઉપર ગર્વ છે. હા, આ બહુ દુઃખદ ઘટના છે પરંતુ એ વાતનું ગૌરવ છે કે મારા પતિએ દેશ અને દેશની જનતા માટે તેમના પ્રાણોની આહુતિ આપી દીધી.

'જે ચાલ્યા ગયા તેમનાથી શીખીયે"

શહીદ મેજર વિભૂતિના પત્ની નિકિતાએ કહ્યું હતું કે, ' જે લોકો ચાલ્યા ગયા છે તેમનાથી કૈક શીખીયે। દુનિયામાં ઘણી વસ્તુઓ છે પરંતુ સૌથી મોટી વાત બલિદાનની છે. એ જરૂરી નથી કે ડિફેંસ સર્વિસમાં રહીને જ તમે બલિદાન આપી શકો. તમે જે કોઈ ક્ષેત્રમાં છો, જ્યાં પણ નોકરી કરો છો ત્યાં પુરી ઈમાનદારીથી કામ કરો. આમ કરવાથી પણ તમારી આસપાસની ઘણી પરિસ્થિતિઓ સાનુકૂળ થઇ જતી હોય છે. જો આપણે આપણું કામ ઈમાનદારીથી કરીશું તો પણ સંખ્યાબંધ લોકોના જીવ બચાઈ શકીશું'સેલ્યૂટ અને પછી "I Love You " કહીને આપી વિદાય
અંતિમ વિદાય વેળા મેજર વિભૂતિના માતા અને તેમની પત્ની નિકિતાની આંખોમાં આંસુઓ સુકાવાનું નામ નહોતા લેતા। મેજર વિભૂતિની પત્ની નિકિતાએ રડતા-રડતા પતિને "I Love You " કહેતા વિદાય આપી હતી. આ દૃશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો તેમની આંખોમાંથી આંસુ ખાળી શક્યા નહોતા। આ પહેલા નિકિતાએ તેના શહીદ પતિને સેલ્યૂટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મેજર ઢોંઢીયાલ અને નિકિતાનું લગ્ન માત્ર 10 મહિના પહેલા જ થયું હતું અને 19 એપ્રિલે તેમની પહેલી મેરેજ એનિવર્સરી હતી. લગ્નની પ્રથમ વર્ષગાંઠે મેજરે ઘરે આવવાનો પત્ની નિકીતાને વચન આપ્યું હતું. જો કે સોમવારે દક્ષિણ કાશ્મીરમાં પુલવામાંથી દુઃખદ સમાચાર આવ્યા જેમાં મેજર વિભૂતિ આતંકીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા.
First published: February 20, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading