આશુતોષ અને ખેતાન થયા અલગ પણ કુમાર વિશ્વાસ કેમ નથી છોડતો કેજરીવાલનો સાથ?

News18 Gujarati
Updated: August 23, 2018, 5:06 PM IST
આશુતોષ અને ખેતાન થયા અલગ પણ કુમાર વિશ્વાસ કેમ નથી છોડતો કેજરીવાલનો સાથ?
સવાલ ઉભો થાય છે કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલને સીધો પડકાર આપનાર કુમાર વિશ્વાસને પાર્ટીમાંથી બહાર કેમ કરવામાં આવતો નથી

કવિમાંથી નેતા બનેલા કુમાર વિશ્વાસને પાર્ટી બહાર કરતી નથી, બીજી તરફ તે પોતે પણ પાર્ટી છોડતો નથી

  • Share this:
પૂર્વ પત્રકાર આશુતોષે એક સપ્તાહ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને આ પછી આશિષ ખેતાને પણ પાર્ટીને અલવિદા કહ્યું હતું. સંયોગથી આશિષ ખેતાન પણ પત્રકાર રહ્યો છે. આશુતોષ આપનો પીએસીનો સભ્ય હતો, જ્યારે ખેતાન દિલ્હીના ડાયલોગ કમિટીના ચેરમેન પદ પર હતો. ખેતાને આ પદ પરથી એપ્રિલમાં રાજીનામું આપી દીધું હતું અને આ પાછળ વ્યક્તિગત કારણ બતાવ્યું હતું.

આશિષ ખેતાન હોય કે આશુતોષ તેમને લાંબા સમયથી પાર્ટીની ગતિવિધીઓથી દૂર જોવામાં આવતા હતા. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીનો એક ચહેરો છે કુમાર વિશ્વાસનો. કવિમાંથી નેતા બનેલા કુમાર વિશ્વાસને પાર્ટી બહાર કરતી નથી, બીજી તરફ તે પોતે પણ પાર્ટી છોડતો નથી. વિશ્વાસ પર પાર્ટી તોડવાથી લઈને ઘણા પ્રકારના ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સવાલ ઉભો થાય છે કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલને સીધો પડકાર આપનાર કુમાર વિશ્વાસને પાર્ટીમાંથી બહાર કેમ કરવામાં આવતો નથી? આ સિવાય વિશ્વાસ પણ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા પછી પાર્ટી કેમ છોડતો નથી?

કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલમાંથી કોઈપણ તેની પહેલ કરવા માંગતા નથી. જો કેજરીવાલ પોતાની તરફથી વિશ્વાસને પાર્ટીમાંથી બહાર કરે તો જુના, નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓની નજરમાં વિશ્વાસને શહીદનો દરજ્જો મળી જશે. જ્યારે કુમાર વિશ્વાસ રાજીનામું આપે તો તેને હારેલો માનવામાં આવશે.

કેજરીવાલને એ પણ ડર હોય કે કુમાર વિશ્વાસ આંદોલનના સમયે તેની સાથે હતો અને સૌથી વિશ્વાસપાત્ર સાથીઓમાંથી એક રહ્યો હતો. એવા સમયે કુમાર પાસે એવી જાણકારીઓ હોઇ શકે કે જે સાર્વજનિક કરે તો કેજરીવાલ માટે નવું સંકટ ઉભું થઈ શકે છે.

જ્યારે કુમાર વિશ્વાસ જે પોતે તિરંગો ઉઠાવીને ‘હોઠો મેં ગંગા હૈ, હાથો મેં તિરંગા હૈ’ની ધૂન પર યુવાઓ પાસે લડવાની અપીલ કરતો રહ્યો હતો, આવા સમયે જંગ છોડીને જવું તેના માટે હાર સ્વિકારવા બરાબર છે.
First published: August 23, 2018, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading