કેરળમાં 96 વર્ષ પછી વરસાદનો કાળો કેર, જાણો કેમ થયો આટલો બધો વરસાદ

ઇડુક્કી એવો જિલ્લો છે જ્યાં અત્યાર સુધી 84 ટકા વધારે વરસાદ થયો છે.

સામાન્ય રીતે કેરળમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી જેટલો વરસાદ થાય છે તેના કરતા 37 ટકા વધારે વરસાદ ઓગસ્ટમા બીજા સપ્તાહમાં થયો

  • Share this:
કેરળમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. 96 વર્ષ પહેલા કેરળમાં આવો મુશળધાર વરસાદ થયો હતો. આ પહેલા છેલ્લા કેટલાક દાયકામાં કેરળમાં ક્યારેય પૂરની વાત સાંભળવામાં પણ આવી નથી. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન સામાન્ય વરસાદ કરીને આગળ વધી જાય છે પણ આ વખતે એવું તો શું બન્યું કે મોનસુનના વાદળો જરૂર કરતા વધારે વરસાદ વરસાવી રહ્યા છે. જેથી રાજ્યનો 80 ટકા વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયો છે.

કેટલો વધારે થયો વરસાદ
સામાન્ય રીતે કેરળમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી જેટલો વરસાદ થાય છે તેના કરતા 37 ટકા વધારે વરસાદ ઓગસ્ટમા બીજા સપ્તાહમાં થયો છે. ઇડુક્કી એવો જિલ્લો છે જ્યાં અત્યાર સુધી 84 ટકા વધારે વરસાદ થયો છે.

આખા દેશની જેમ કેરળમાં પણ દક્ષિણ પશ્ચિમી મોનસુન જ મુખ્ય રીતે વરસાદ લાવે છે


કેરળમાં કઈ-કઈ હવા લાવે છે વરસાદ
આખા દેશની જેમ કેરળમાં પણ દક્ષિણ પશ્ચિમી મોનસુન જ મુખ્ય રીતે વરસાદ લાવે છે. અરબ સાગરમાં બનનાર હવાઓ જૂનના મધ્યમાં કે અંત સુધી કેરળના તટીય વિસ્તારોમાં અડે છે. જે મોનસુની સિઝનનો પ્રથમ વરસાદ લાવે છે અને પછી આગળ વધે છે. કેરળના ઉત્તરી અને દક્ષિણ વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમી મોનસુન જ વરસાદ લાવે છે.

આ વખતે ભારે વરસાદ કેમ
સ્કાઇમેટના મોસમ વિજ્ઞાની મહેશ કહે છે કે કેરળમાં આ વખતે ઘણા મોટા વિસ્તારમાં ચક્રવાતી સર્કુલેશનની સ્થિતિ બની હતી. પછી બંગાળ અને આસપાસના ક્ષેત્રોમાં ઓછા દબાણના ક્ષેત્રના કારણે મોનસુનની હવા આગળ વધવાના બદલે કેરળમાં અટકી ગઈ હતી અને ત્યાં જ વરસાદ પડ્યો હતો. સાથે કર્ણાટક અને કેરળમાં સમુદ્રની ભરતીએ તેમાં વધારો કર્યો હતો. જેથી કેરળમાં આટલો બધો વરસાદ થયો હતો. જે હાલના વર્ષોમાં જોવા મળતો નથી. મહેશના મતે આ દબાણનું ક્ષેત્ર બદલીને હવે ગુજરાત તરફ પહોંચી ગયું છે. જેથી કેરળની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે.

વરસાદના કારણે 8000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અને પાકનું નુકસાન થયું છે


8000 કરોડનું નુકસાન

વરસાદના કારણે 8000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અને પાકનું નુકસાન થયું છે. 37માંથી 34 બંધને ખોલવા પડ્યા છે. જે કેરળમાં ક્યારેય બન્યું નથી. 200થી વધારે લોકો માર્યા ગયા છે. ઘણા લોકો બેઘર થઈ ગયા છે.
First published: