ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારત બની જશે સૌથી મજબુત, થશે આવા ફાયદા

ઇસરોએ બપોરે 2.43 મિનિટે ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

News18 Gujarati
Updated: July 22, 2019, 11:06 PM IST
ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારત બની જશે સૌથી મજબુત, થશે આવા ફાયદા
ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારત બની જશે સૌથી મજબુત, થશે આવા ફાયદા
News18 Gujarati
Updated: July 22, 2019, 11:06 PM IST
અંતરિક્ષની દુનિયામાં સોમવારે ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. મિશન મૂન અનુક્રમે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને (ISRO) બપોરે 2.43 મિનિટે ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. ચાંદ ઉપર જનાર હિન્દુસ્તાનું આ બીજુ સૌથી મોટું મિશન છે.

ચાંદ ઉપર પોતાનું યાન ઉતારનાર ભારત ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન આમ કરી ચૂક્યા છે. ચંદ્રયાન 21.4 ટનનું લેન્ડર વિક્રમ સાથે લઈ જઈ રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આજ સુધી કોઈ યાન ઉતર્યું નથી. ચંદ્રયાન-2 આમ કરનાર પ્રથમ યાન બનશે. આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે ચાંદ ઉપર પાણીની માહિતી મળ્યા પછી ત્યાં જીવનની સંભાવનાઓને બળ મળશે.

ઇસરો પ્રમુખ કે.સિવને કહ્યું હતું કે મિશનનું લક્ષ્ય પાણીની ઉપસ્થિતિને શોધવા સિવાય શરુઆતી સૌર મંડલના ફોસિલ રેકોર્ડને પણ શોધવામાં આવશે. જેના દ્રારા એ જાણવામાં પણ મદદ મળી શકશે કે આપણા સૌર મંડળ, તેના ગ્રહો અને ઉપગ્રહોનું નિર્માણ કેવી રીતે થયું છે.

આ પણ વાંચો - ચંદ્રયાન-2 : ભાવુક થયા ISROના ચેરમેન, કહ્યું - સાત દિવસથી ઘરે ગઈ ન હતી ટીમ

2022 સુધી ચાંદ ઉપર પોતાનો અંતરિક્ષ યાત્રી ઉતારશે ભારત!
ઇસરો 2022 સુધી ચાંદ ઉપર અંતરિક્ષ યાત્રીને મોકલવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. આ યોજના ભારત માટે ઘણી મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-2 પછી ભારત પોતાનું ગગનયાન અંતરિક્ષ મોકલશે. ગગનયાન મિશન ભારત માટે કેટલું ખાસ છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ઇસરો પ્રથમ વખત અંતરિક્ષ યાત્રી મોકલશે. ગગનયાન મિશનને 2022 સુધી પૂરું કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે. માનવામાં આવે છે કે ભારત આ દરમિયાન પોતાના અંતરિક્ષ યાત્રીને ચાંદ ઉપર મોકલી શકે છે.આ પછી ભારત 2029 સુધી પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરશે.
અંતરિક્ષ મહાશક્તિ બન્યા પછી ભારતને શું ફાયદા થશે
ચાંદ ઉપર ઉતરીને અંતરિક્ષ મહાશક્તિ બનવાની ઇચ્છા દુનિયાના ઘણા દેશોની છે. મોટા દેશો આવા સ્પેસ રેસ તરફથી આગળ વધી રહ્યા છે. જે આગામી 200 વર્ષ સુધી રહે તેવી સંભાવના છે. કોલ્ડ વોર પછી આ રેસના ખેલાડી વધારે તાકાતવર અને અત્યાધુનિક ટેકનિકથી સજ્જ છે. 21મી સદીની આ સ્પેસ રેસમાં અમેરિકા અને રશિયા જેવી પરંપરાગત મહાશક્તિ સાથે ભારત અને ચીન જેવી નવી ઉભરતી મહાશક્તિ પણ મેદાનમાં છે. જેણે આ મુકાબલાને રસપ્રદ બનાવી દીધો છે. ચંદ્રયાન-2ના સફળતાપૂર્વક લોન્ચ પછી ભારત માટે અંતરિક્ષમાં આશાના ઘણા દરવાજા ખોલી ગયા છે.

આ મિશન પછી ભારતને કમર્શિયલ ઉપગ્રહો અને ઓરબિટિંગની ડીલ મળી શકશે. ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાની તાકાત અજમાવી શકશે. જેની મદદથી આપણે બીજા દેશોના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવાનો કરાર મેળવી શકીશું. વૈજ્ઞાનિકોના મતે આ મિશનથી મળનાર જિયો-સ્ટ્રેટેજિક ફાયદો ભલે વધારે ના હોય પણ ભારતનો ઓછા ખર્ચ વાળું આ મોડલ બીજા દેશોને આકર્ષિત કરી શકે છે.
First published: July 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...