જજોની નિયુક્તિ અંગે ન્યાયપાલિકા અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરીથી ખટરાગ જોવા મળી રહ્યો છે. સરકારે જજોના ખાલી પદો પર નિયુક્તિઓ માટે કેટલાક નામોની ભલામણ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના કોલેજીયમ પર સવાલ ઉઠાવ્યાં છે. જે બાબતે જસ્ટિન મદન બી લોકૂર અને એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ વચ્ચે ઘણો વિવદ થયો હતો.
મણિપુરના એક મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ લોકૂરે એટોર્ની જનરલને પૂછ્યું કે અત્યારે હાઇકોર્ટમાં જજોની નિયુક્તિ અંગે કોલેજીયમની કેટલી ભલામણ પેંન્ડિંગ છે ? તેમણે જવાબ આપ્યો કે આ જાણકારી ભેગી કરવી પડશે.
એટોર્ની જનરલે કહ્યું કે, 'કોલેજીયમને વધારે નામોની ભલામણ કરવી પડશે. હાઇકોર્ટમાં 40ની વેકન્સી છે અને કોલેજીયમમાં માત્ર 3 નામોની ભલામણ કરી છે અને સરકારને કહો છો કે વેકન્સી ભરવામાં આળસ કરે છે. જો કોલેજીયમની ભલામણ જ નહીં હોય તો કાંઇપણ નહીં કરવામાં આવે.' બેંચે આ અંગે એટોર્ની જનરલને યાદ અપાવ્યું કે સરકારને નિયુક્તિ કરવાની છે.
કોલેજીયમે 19 એપ્રિલના રોજ મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નામ માટે એમ. યાકુબ મીર અને મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ રામલિંગમ સુધાકરના નામોની ભલામણ કરી હતી. વેણુગોપાલે કહ્યું કે બંન્નેની નિયુક્તિ માટે આદેશ ટૂંક સમયમાં જ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની આ ટિપણી ઘણી મહત્વની માનવામાં આવે છે. કેન્દ્રએ કોલેજીયમની ભલામણના 3 મહિનાથી પણ વધારે સમય પછી ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ.જોસેફને પ્રમોટ કરીને જજ બનાવવાની ભલામણ પરત કરી દીધી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર