Home /News /india /

કેમ જસ્ટિસ દીપક મિશ્રાને દેશના પ્રથમ લોકપાલ બનાવી શકાય તેમ નથી?

કેમ જસ્ટિસ દીપક મિશ્રાને દેશના પ્રથમ લોકપાલ બનાવી શકાય તેમ નથી?

આ પદ માટે જસ્ટિસ મિશ્રાના નામ પર વિચાર કરવાથી કોન્ફ્લિફ્ટ ઓફ ઇન્ટરેસ્ટ સામે આવી જશે.

સેવાનિવૃત્તિનો દિવસ આવતા આવતા અટકળો શરૂ થઇ ગઇ હતી કે તેમને ભારતના પહેલા લોકપાલ બનાવવામાં આવશે

    સેવાનિવૃત્તિનો દિવસ આવતા આવતા અટકળો શરૂ થઇ ગઇ હતી કે તેમને ભારતના પહેલા લોકપાલ બનાવવામાં આવશે. જોકે હકીકત આનાથી ઘણી જ વિપરીત છે. લોકપાલની પસંદગી સબંધિત એક કમિટિની ત્રણ બેઠકોમાં જસ્ટિસ મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતાં. તેવી સ્થિતિમાં લોકપાલના પદ માટે તેમને ઉમેદવાર બનાવવાની સંભાવના ઘણી જ ઓછી હતી.

    લોકપાલ એક્ટના 4 (1) અંતર્ગત સિલેક્શન કમિટિની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે. તેમાં આ સભ્યો ઉપરાંત ભારતના વડાપ્રધાન ન્યાયાધીશ (CJI) કે પછી તેમના દ્વારા નામિત સુપ્રીમ કોર્ટના એક જજ સામેલ થાય છે.

    સપ્ટેમ્બર 2017માં ભારતના પ્રધાન ન્યાયાધીશનું પદ મેળવનાર જસ્ટિસ મિશ્રાએ લોકપાલની પસંદગી કમિટિની બેઠકમાં સામેલ થવા માટે કોઇ અન્ય જજનું નામ ન આપ્યું. તેઓ જાતે આ બેઠકોમાં સામેલ થયા.

    જ્યારે વરિષ્ઠ અધિવક્તા અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીને આ વર્ષ મેમાં આ કમિટિમાં 'પ્રતિષ્ઠિત ન્યાયવાદી' તરીકે પસંદ કરાયા તો જસ્ટિસ મિશ્રા કમિટિમાં સહભાગી તરીકે બેઠકમાં સામેલ હતાં. આ રીતે આ જુલાઇમાં જસ્ટિસ મિશ્રા એક અન્ય બેઠકમાં પણ સામેલ થયા.

    19 જુલાઇના જસ્ટિસ મિશ્રા તે બેઠકમાં પણ સામેલ થયા જેમાં નામો પર નિર્ણય લેવા માટે સમયસીમા નક્કી કરવામાં આવી હતી. જસ્ટિસ મિશ્રા તે બેઠકમાં પણ સામેલ રહ્યાં જેમાં સિલેક્શન કમિટિને અંતિમ રૂપ આપવામાં આવ્યું. આ અંગે 27 સપ્ટેમ્બરના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવી હતી.

    આ બધી બેઠકોમાં સામેલ થવા અને સિલેક્શન કમિટિના મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ થવાને કારમે લોકપાલ તરીકે જસ્ટિસ મિશ્રાની ઉમેદવારીની સંભાવના ઘણી જ ઓછી છે. કમિટિ તે વ્યક્તિના નામની ભલામણ નથી કરી શકતા જે કમિટિના સભ્યોમાંથી એક હોય. આ જ રીતે સિલેક્શન કમિટિ પાસે એક સભ્ય (રોહતગી) પણ છે, જેમને જસ્ટિસ મિશ્રાનું સમર્થન છે.

    આ પદ માટે જસ્ટિસ મિશ્રાના નામ પર વિચાર કરવાથી કોન્ફ્લિફ્ટ ઓફ ઇન્ટરેસ્ટ સામે આવી જશે. જો આ નિયુક્તિ થશે તો વધારે પીઆઈએલ થઇ શકે છે. એવું લાગે છે કે જસ્ટિસ મિશ્રાએ ભારતના પહેલા લોકપાલ બનવાની રેસમાંથી જાતને બહાર કરી લીધા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Chief Justice Dipak Misra, Chief Justice of India, Dipak Mishra, Lokpal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन