Inside Story: આશુતોષે કેમ છોડી આમ આદમી પાર્ટી?

News18 Gujarati
Updated: August 25, 2018, 9:14 AM IST
Inside Story: આશુતોષે કેમ છોડી આમ આદમી પાર્ટી?
આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા આશુતોષ રાણાએ સ્વતંત્રતા દિવસ પર પાર્ટી છોડવાના પોતાના નિર્ણયને જાહેર કર્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા આશુતોષ રાણાએ સ્વતંત્રતા દિવસ પર પાર્ટી છોડવાના પોતાના નિર્ણયને જાહેર કર્યો હતો.

  • Share this:
રુપાશ્રી નંદા

આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા આશુતોષે સ્વતંત્રતા દિવસ પર પાર્ટી છોડવાના પોતાના નિર્ણયને જાહેર કર્યો હતો. આ નિર્ણય જાહેર કર્યાના 51 દિવસ પહેલા આશુતોષે રાજીનામુ આપી દીધુ હતું. 23 જૂન અને 15 ઓગસ્ટ વચ્ચે આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે આશુતોષના નિર્ણયને બદવલા માટે ઘણાં પ્રયત્નો કર્યા. તેમને ડિનર પર આમંત્રીત કર્યા. જ્યાં મનીષ સિસોદિયા, સંજય સિંહ અને ગોપાલ રાય સહિત પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે બેઠકનું આયોજન પણ કર્યું હતું.

થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આશુતોષે પોતાના પરિવારની સાથે મળીને ફિલ્મ મુલ્ક જોઇ હતી. નેતાઓની પ્રતિક્રિયા જોઇને લાગે છે કે આશુતોષના આ નિર્ણયે તેમને ચોંકાવી દીધા હતાં.

જેમ આશુતોષના રાજીનામાની ખબર આવી ત્યારે રાજ્યસભા સભ્ય સંજય સિંહ પોતાની લખનઉ યાત્રાને વચ્ચે જ છોડીને દિલ્હી પરત ફરી ગયા હતાં. જ્યારે ગોપાલ રાય, દિલીપ પાંડે અને આદિલ અહેમદ ખાન નોએડાના સેક્ટર 105માં આશુતોષના નિવાસ સ્થાને ગયા અને તેઓ ઘરે ન હતાં તેથી તેમણે 4 કલાક રાહ જોઇ અને બીજા દિવસે બપોરે મળ્યાં.

બીજા દિવસે જ્યારે આશુતોષની સંજય સિંહ સાથે આપ નેતાઓ સાથે ચાર કલાક વાતચીત થઇ હતી. ન્યૂઝ18ને ખબર પડી કે આ દરમિયાન આશુતોષ સામે ઘણાં પ્રસ્તાવ મુકવામાં આવ્યાં. પરંતુ આશુતોષ કોઇપણ પ્રસ્તાવ પર રાજી ન થયા.

સૂત્રોનું કહેવું છે કે પાર્ટી દ્વારા "બહારની વ્યક્તિ" સુશીલ ગુપ્તાને રાજ્યસભા ટિકિટ આપવાના નિર્ણય પછી જ આશુતોષે પાર્ટીને છોડવાનું નક્કી કરી લીધુ. નામાંકનના ત્રણ મહિના પહેલા સુધી ગુપ્તા કોંગ્રેસની સાથે હતાં. આશુતોષે ન માત્ર પીએસીમાં પોતાનો અસંતોષ નોંધાવ્યો હતો પરંતુ આ અંગે દુનિયાને પણ જાણકારી આપી.પીએસીના જે સભ્યોએ તેમની સામે જનતામાં અવાજ ઉઠાવી તેમને તેનું નુકસાન ભોગવવું પડ્યું. પછી આશુતોષ સંજય સિંહની સાથે તેમનું નામાંકન દાખલ કરવા માટે ગયા અને પછી અંડરગ્રાઉન્ડ થઇ ગયા. તેમણે યુરોપની યાત્રા કરી અને નરેન્દ્ર મોદીના ગત ચાર વર્ષોના શાસન પર પુસ્તક લખવામાં વ્યસ્ત થઇ ગયા.

આશુતોષે નક્કી કરી લીધું હતું. રાજ્યસભાના નામાંકને આશુતોષ માટે નિર્ણય લીધો. બહારના લોકોના નામાંકને પાર્ટીમાં અસંતોષ ઉત્પન્ન કરી દીધો.

પોતાના જૂના સહયોગીઓથી દૂર જતાં તેમણે કહ્યું કે, " હનીમૂન પુરૂ થઇ ગયું, હવે છૂટાછેડા થયા અને હવે જ્યારે આપણે મળીશું તો બાળકોને કારણે છૂટાછેડા લીધેલા માતાપિતા મળે છે તેવી જ રીતે મળીશું." તેમણે આને એક સતત પ્રક્રિયા જણાવતા કહ્યું કે આપમાં રહેવું તેમના માટે કામ ન હતું કરી રહ્યું. આશ્ચર્યની વાત નથી કે પાર્ટીના એક અન્ય સભ્યએ આશુતોષના નિર્ણયને ભાવનાત્મક અને રાજનૈતિક ગણાવ્યો છે.

આશુતોષના રાજીનામા પર કેજરીવાલની પ્રતિક્રિયા ઘણી અસામાન્ય રહી છે. આ કદાચ પહેલીવાર છે કે આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે જાહેરમાં તેમનું રાજીનામું સ્વીકારવાની ના પાડી દીધી હતી.

તે વાત મૂશ્કેલ નથી કે આપના પૂર્વ નેતાએ પાર્ટીની સાથે પોતાના સંબંધોને વ્યક્ત કરવા માટે રોમાંસ અને છૂટાછેડા જેવા શબ્દોનો પ્રયોગ કેમ કર્યો? એક સફળ અને લોકપ્રિય
ટીવી એંકર અને પત્રકાર, તેઓ જન લોકપાલ આંદોલનમાં શામેલ હતા પછી તે આન આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતાં.

કેજરીવાલે 2014માં આશુતોષે ચાંદની ચોક લોકસભા સીટથી ચૂંટણી લડવાની તક આપી હતી અને હાર પછી પંજાબની ભૂમિકા પણ તેમને આપી હતી, જેની જવાબદારી તેમને લીધી ન હતી.

 
First published: August 25, 2018, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading