આજની બેઠકમાં લેવાશે નિર્ણય, કોણ બનશે હિમાચલના સીએમ

  • Share this:
હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ભાજપ હવે રાજ્યના મુખ્યમંત્રીના નામ પર વિચાર વિમર્શ કરશે. હિમાચલ પ્રદેશના ભાજપા ધારાસભ્યની આજે એટલે કે રવિવારની બેઠક થશે. ગુજરાત અને હિમાચલની ચૂંટણીના પરિણામો સાથે આવ્યાં હતાં ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નામ નક્કી થઈ ગયા છે જ્યારે હિમાચલના મુખ્યમંત્રીના નામમાં હજી રહસ્ય બરકરાર છે.

કાલે શનિવારના રોજ ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો રહેલ પ્રેમકુમાર ધૂમલે પોતે રાજ્યના મુખ્યમંત્રી પદની દોડમાં બહાર ગણાવી દીધા હતા. ધૂમલની વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પાર્ટી ધારાસભ્યની આજે એક બેઠકમાં પોતાના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જયરામ ઠાકુર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા રાજ્યમાં મુખ્મંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે. હિમાચલ પ્રદેશના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં સામાન્ય સહમતિ બની નથી તેના લીધે બંને કેન્દ્રીય પર્યવેક્ષક કેન્દ્રીય નેતૃત્વથી વિચાર વિમર્શ કરવા માટે શિમલાથી પાછા દિલ્હી ફર્યા હતા.

નોંધનીય છે કે ગુજરાતના સીએમ અને ડેપ્યૂટી સીએમના નામની જાહેરાત બાદ હવે ભાજપની સરકાર 26મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ચાલી રહ્યા હતા. પરંતુ વિધાનસભા સંકુલ બહાર જ શપથવિધિનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
First published: