કોલકાતામાં વિપક્ષી નેતાઓના બીજેપી પર પ્રહાર, જાણો - હાર્દિક, જીગ્નેશ સહિતના નેતા શું બોલ્યા

News18 Gujarati
Updated: January 19, 2019, 7:33 PM IST
કોલકાતામાં વિપક્ષી નેતાઓના બીજેપી પર પ્રહાર, જાણો - હાર્દિક, જીગ્નેશ સહિતના નેતા શું બોલ્યા
વિપક્ષની મેગા રેલી દ્વારા લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન પહેલ કરાઈ હતી.

ક્યારેક મોદી સરકારના મંત્રી રહેલા યશવંત સિન્હાએ જણાવ્યું કે આઝાદી બાદ આ પ્રથમ સરકાર છે, જે વિકાસના આંકડાઓ સાથે 'રમત' કરી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: કોલકત્તામાં વિપક્ષની રેલીમાં બીજેપી અને પીએમ મોદી પર દેશના અનેક રાજકીય નેતાઓએ હુમલો કર્યો હતો. આ રેલીમાં વિપક્ષી દળના તમામ મોટા નેતા હાજર રહ્યાં હતા અને સૌએ પોત પોતાના અંદાજમાં વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી. મમતા બેનર્જીથી લઈને અખિલેશ યાદવ સુધી અને હાર્દિક પટેલથી લઈને જીગ્નેશ મેવાણી સુધી આ રેલીમાં કોણે શું કહ્યું, જાણો આ અહેવાલમાં....

મમતા બેનર્જી
પશ્વિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકારની એક્સપાયરી ડેટ સમાપ્ત થઈ ગઈ છે. તેમણે આ સરકારને અને વડા પ્રધાન ચોર પણ કહ્યા. મમતાએ નવો નારો આપ્યો કે 'બદલ દો બદલ દો દિલ્હી કી સરકાર બદલ દો' મમતાએ કહ્યું કે વડા પ્રધાન પદના ઉમેદવાર ચૂંટણી પછી નક્કી થશે.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મોદી-શાહની જોડીને દેશ માટે 'ખતરનાક' ગણાવી. તેમણે કહ્યું કે જો ભાજપ ફરીથી ચૂંટણી જીતશે તો દેશમાં ક્યારેય ચૂંટણીઓ જ નહીં થવા દે અને દેશનું બંધારણ બદલી નખાશે.

હાર્દિક પટેલપાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિકે જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ ગોરાઓ સામે લડ્યા હતા જ્યારે અમે 'ચોરો'ની સામે લડ્યા છે. આ ભીડ દર્શાવે છે કે ભાજપની સરકાર હારી રહી છે.

અખિલેશ યાદવ
યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે સપા અને બસપાનું ગઠબંધન થવાથી દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, જેનાથી ગભરાઈને ભાજપ એક-એક સીટ જીતવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે.

જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે 'મહાગઠબંધન'ની રેલીમાં અનેક વિપક્ષી દળોનું એક સાથે આવવું સુચવે છે કે ચૂંટણીઓ બાદ પરિવર્તન આવશે. મહાગઠબંધનના લીધે સંઘ ભાજપની હાર થશે.

યશવંત સિન્હા
ભાજપના પૂર્વ મંત્રી અને નેતા યશવન્ત સિન્હાએ જણાવ્યું હતું કે આઝાદી બાદ આ પ્રથમ સરકાર છે જે વિકાસના આંકડાઓ સાથે 'રમત' કરી રહી છે. સિન્હાના મતે સરકારની પ્રશંસા દેશભક્તિ છે અને વિરોધ કરે તે દેશદ્રોહ છે.

શત્રુઘ્ન સિન્હા
ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે જો સાચું બોલવુંએ બળવો છે તો હું બળવાખોર છુ. હું સત્ય સાથે બાંધછોડી કરી શકતો નથી.

ફારૂક અબ્દુલા
ઈવીએમ મશીન પર શંકા વ્યક્ત કરતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલાએ જણાવ્યું હતું કે ઈવીએમ ચોર છે અને બેલેટ પેપરથી ફરી વૉટિંગ કરાવવુ જોઈએ.
First published: January 19, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading