Home /News /india /CBIની હાલક ડોલક નાવડીને સંભાળનારા નાગેશ્વર રાવ કોણ છે?

CBIની હાલક ડોલક નાવડીને સંભાળનારા નાગેશ્વર રાવ કોણ છે?

એમ નાગેશ્વર રાવ (ફાઇલ તસવીર)

નાગેશ્વાર રાવનો જન્મ તેલંગાણાના વારંગલમાં થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકની પદવી મેળવી છે.

    નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈના (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) વડા તરીકેનો કાર્યભાર હંગામી ધોરણે એમ નાગેશ્વર રાવને સોંપવામાં આવ્યો છે. મંગળવારે મોડીરાત્રે તાબડતોબ તેમને ચાર્જ સોંપી દેવામાં આવ્યો હતો. સાથે જ સીબીઆઈના ડિરેક્ટર અલોક વર્મા અને નાયબ વડા રાકેશ અસ્થાનાને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

    વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની નિમણૂક સમિતિના આદેશ પ્રમાણે નાગેશ્વાર રાવ સીબીઆઈ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળશે તેમજ તેમની તમામ જવાબદારીઓ સંભાળશે, તેમજ તેમની દેખરેખ હેઠળના તમામ કેસોની તપાસ પણ કરશે.

    નાગેશ્વર રાવ 1986ના બેચના ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે. તેઓ વર્ષ 2016માં સીબીઆઈમાં જોડાયા હતા. દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા જ્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે નાગેશ્વર રાવે તેનું સુકાન સંભાળ્યું છે. આ પહેલા તેઓ જોઈન્ટ ડિરેક્ટર હતા.

    આ પણ વાંચો: CBI ચીફ અને ડે.ચીફને રજા પર ઉતારી દેવાયા, નાગેશ્વર રાવને ઇન્ચાર્જ બનાવાયા

    મંગળવારે રાત્રે જ અલોક શર્મા અને રાકેશ અસ્થાનાની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સીબીઆઈના ડિરેક્ટર સાથે કામ કરતા અધિકારીઓને પણ રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે એજન્સીએ પોતાની જ ઓફિસ પર દરોડાં કર્યા છે. બુધવારે ઓફિસમાં સર્ચ ઓપેશન હાથ ધરવામાં આવ્યું છે.

    નાગેશ્વાર રાવનો જન્મ તેલંગાણાના વારંગલમાં થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. આઈપીએસમાં જોડાયા પહેલા તેમણે મદ્રાસ આઈઆઈટી ખાતે રિચર્સ વર્ક કર્યું હતું.

    નાગેશ્વાર રાવની ગણતરી ખૂબ જ નિડર અને કડક અધિકારીમાં થાય છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ ઓડિશાના તાલચેર ખાતે હતું. આ વિસ્તારમાં તેમણે કોલસાની ચોરી પર ખૂબ નિયંત્રણ મેળવ્યું હતું. આ માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં તેઓ પ્રથમ અધિકારી હતા જેમણે રેપ કેસની તપાસ દરમિયાન ડીએનએ ફિંગપ્રિન્ટિંગનો ઉપયોગ કર્યો હતો. તેમણે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે) ઓડિશા તરીકે પણ ફરજ નિભાવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alok Verma, Rakesh Asthana, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन