Home /News /india /

જાણો, મોદીને મારવાનું ષડયંત્ર મામલો શું છે? તેમાં કયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી

જાણો, મોદીને મારવાનું ષડયંત્ર મામલો શું છે? તેમાં કયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી

ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં મંગળવારે પુણે પોલીસની અનેક ટીમોએ દેશના વિવિધ ભાગોમાં એકસાથે માનવ અધિકાર કાર્યકર્તાઓ, લેખકો, વકીલોના ઘરોમાં દરોડા પાડીને પાંચ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં મંગળવારે પુણે પોલીસની અનેક ટીમોએ દેશના વિવિધ ભાગોમાં એકસાથે માનવ અધિકાર કાર્યકર્તાઓ, લેખકો, વકીલોના ઘરોમાં દરોડા પાડીને પાંચ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

    ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં મંગળવારે પુણે પોલીસની અનેક ટીમોએ દેશના વિવિધ ભાગોમાં એકસાથે માનવ અધિકાર કાર્યકર્તાઓ, લેખકો, વકીલોના ઘરોમાં દરોડા પાડીને પાંચ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે કાર્યકર્તાઓના ફોન, કેમેરા, લેપટોપ, સિમ કાર્ડ જેવી વસ્તુઓ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતાં.

    પોલીસ પ્રમાણે, 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેમાં યલગાર પરિષદ આયોજીત કરવામાં આવ્યું હાતું. જેમાં આ પ્રમુખ કાર્યકર્તાઓ દ્વારા કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કર્યા પછી કોરેગાંવ ભીમા ગામમાં હિંસા ભડકી હતી.

    દરોડા બાદ પાંચ સામાજિક કાર્યકર્તાઓ અને વામપંથી વિચારકો ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ પરેરા અને વરનોન ગોંજાલવેસની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓને સેક્શન 153 A, 505(1) B,117,120 B,13,16,18,20,38,39,40 અને UAPA અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

    વરવર રાવ

    ક્રાંતિકારી લેખક અને સાર્વજનિક ભાષણો માટે જાણીતા પ્રસિદ્ધ લેખક અને વિચારક વરવર રાવની હૈદરાબાદ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે તેલગૂ સાહિત્યએ એક પ્રમુખ માર્ક્સવાદી આલોચક પણ માનવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની કથિત ષડયંત્રમાં પુણે પોલીસ વરવર રાવના ઘરની તપાસ કરી ચુક્યાં છે. તેમણે 1973માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેઓ એક મહિનો જેલમાં રહ્યાં હતાં. આ ઉપરાંત એમઆઈએસએ અંતર્ગત ઇમરજન્સી દરમિયાન રાવની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

    સુધા ભારદ્વાજ

    સુધા નાગરિક અધિકાર કાર્યકર્તા છે, જે છત્તીસગઢમાં લગભગ ત્રણ દશકો સુધી કામ કરી રહ્યાં છે. તેમણે ભૂમિ અધિગ્રહણની સામે મોટા પાયે કામ કરી રહ્યાં છે. તેમણે મજદૂરોના અધિકારો માટે પણ કામ કર્યું છે. સાથે જ દલિત અને જનજાતીય અધિકારો માટે લડનાર એડવોકેટ પણ છે. પુણે પોલીસે મંગળવારે તેમના ઘર પર દરોડા પાડીને ધરપકડ કરી હતી.

    અરૂણ પરેરા અને વર્ણન ગોન્સાલ્વેઝ

    અરૂણ પરેરા અને વર્ણન ગોન્સાલ્વેઝ મુંબઇના કાર્યકર્તાઓ છે. આ પહેલા ગોન્સાલ્વેઝને 2007માં ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. જોકે 2013માં તેમને છોડી દીધા હતાં.
    -અરૂણ પરેરા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ પ્રોફેસર હતાં. પરેરા પણ લેખક અને કાર્યકર્તાઓ છે.

    ગૌતમ નવલખા

    નવલખા પણ એક નાગરિક અધિકાર કાર્યકર્તા અને એક પત્રકાર છે અને ઘણા સમય સુધી પીયુસીએલમાં સામેલ હતાં. તેમણે માનવ અધિકારો મુદ્દા પર કાશ્મીર અને છત્તીસગઢમાં કામ કર્યું છે. નવલખા રાજનૈતિક અને આર્થિક વિષયો પર વીકલી કોલમ પણ લખે છે. તેઓ કાશ્મીર માટે કરેલા કામો માટે જાણીતા છે.
    જાણો આખી વાત

    નોંધનીય છે કે પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાંઠ પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન થયેલી હિંસામાં એક વ્યકિતનું મોત થઈ ગયું હતું હિંસા માટે યલગાર પરિષદ પર આરોપ લગ્યા છે. ભીમા-કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસામાં પાંચ લોકોની ધરપકડ કર્યા પછી આશ્ચર્યજનક ખુલાશો થયો છે. પુણે પોલિસને એક આરોપીના ઘરે થી એક પત્ર મળ્યો હતો. જેમા રાજીવ ગાધીની હત્યા જેવું ષડયંત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાના બનાવવાની વાત પણ લખી હતી. પુણેની એક પોલિસ ટીમે વરવર રાવના સંબંધીઓ અને મિત્રોના ઘરમાં તપાસ બાદ ધરપકડ કરવીમાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bhima koregaon violence, પીઅેમ નરેન્દ્ર મોદી, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन