ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ જણાવ્યુ કઈ રીતે વજન ઘટાડવાના ભ્રામક વિજ્ઞાપનમાં ફસાયા...

  • Share this:
હંમેશા લોકો ભ્રામક વિજ્ઞાપનો શિકાર થઈ જતા હોય છે. ઘણી વાર તો મોટા મોટા નેતા પણ ભ્રામક વિજ્ઞાપનોમાં ફસાઈ જાય છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાની સાથે થયેલ એક વિચિત્ર ઘટના જણાવી.

શુક્રવારે રાજ્યસભામાં સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ જણાવ્યું કે કઈ રીતે તેઓ વજન ઘટાડવાના વિજ્ઞાપનના શિકાર બની ગયા. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી મેં વજન ઘટાડવાનું વિચાર્યું હતું. મેં એક એવી કંપનીની એડ જોઈ જેમાં તેમણે વજન ઓછું કરવાનો દાવો કર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે,વજન ઘટાડવાની કંપનીએ આની દવા માટે એક હજાર રૂપિયાની માગ કરી હતી અને તેના માટે મેં ભરી પણ દીધા હતાં. પેમેન્ટ આપ્યા પછી પણ કંપનીએ ડિલીવરી તો ન કરી પરંતુ ઈમેલ કર્યો જેમાં 1000 રૂપિયા અને પેમેન્ટ કરવાનું કહ્યું. જેના પછી ઉપરાષ્ટ્રપતિને કાંઈક ખોટુ થયાનો શક થવાથી ઉપભોક્તા વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે આ કંપની અમેરિકાની છે.

રાજ્યસભામાં સપા સાંસદ નરેશ અગ્રવાલે મિલાવટ અને નકલી સામાન પર સવાલ કર્યો. તેમણે કહ્યું કે કઈ રીતે દરેક વસ્તુમાં ભેળસેળ દેખાય છે. વજન ઘટાડવાના ભ્રામક વિજ્ઞાપન દેખાડવામાં આવે છે. સરકારને આની પર રોક લગાડવા માટે કાનૂન બનાવવા જોઈએ. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ પોતાનો અનુભવ કહ્યો હતો.
First published: