Home /News /india /

જ્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું - મારા બાળકો ભીખ માંગશે પણ રાજનીતિમાં આવશે નહીં

જ્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું - મારા બાળકો ભીખ માંગશે પણ રાજનીતિમાં આવશે નહીં

જ્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું - મારા બાળકો ભીખ માંગશે પણ રાજનીતિમાં આવશે નહીં

રાજનીતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રવેશના કારણે કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ

  રાજનીતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રવેશના કારણે કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પાર્ટીના મહાસચિવ તરીકે નિમણુક કરી છે. રાહુલ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ (પૂર્વ)ની જવાબદારી આપી છે. સુત્રોના મતે પ્રિયંકા 4 ફેબ્રુઆરીએ લખનઉમાં પદભાર સંભાળશે.

  જોકે એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ક્યારેય નથી ઇચ્છતી હતી કે તેના બાળકો રાજનીતિમાં આવે. તે તેના વિરુદ્ધમાં હતા. પત્રકાર તવલીન સિંહે પોતાના પુસ્તક ‘દરબાર’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

  આ પણ વાંચો - આખી કેબિનેટ મોદીથી અસહમત, પણ બોલવાની હિંમત કોઇમાં નથી: રાહુલ

  ‘દરબાર’માં લખ્યું છે કે વાત વાતમાં સોનિયા ગાંધીને તવલીન સિંહે પુછ્યું હતું કે શું તમે ઇચ્છો છો કે તમારા બાળકો રાજનીતિમાં આવે? આ સવાલ પર સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મારા બાળકો રસ્તા ઉપર ભીખ માંગશે પણ રાજનીતિમાં ક્યારેય જશે નહીં. જોકે રાહુલ ગાંધી પછી હવે પ્રિયંકા પણ સક્રિય રાજકારણમાં આવી ગઈ છે.

  કોંગ્રેસ કાર્યકર્તાઓએ વારાણસીમાં પોસ્ટર લગાવીને માંગણી કરી છે કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Priyanka gandhi, Sonia Gandhi, ઉત્તરપ્રદેશ, રાજકારણ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन