શું થયું જ્યારે નવ વર્ષના બાળકે તેના હોઠ પર લગાવી લિપસ્ટિક?

બાળકના સમર્થનમાં તેમના તમામ પિતરાઈઓએ લિપસ્ટિક સાથેને તસવીર પોસ્ટ કરી

 • Share this:
  કદાચ તમે પણ હોઠ પર લિપસ્ટિક લગાવેલા નવા વર્ષના બાળકની આ તસવીર નિહાળી હશે. સામાન્ય રીતે છોકરીઓ અને મહિલાઓ હોઠ પર લિપસ્ટિક લગાવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના અલાહાબાદનો એક કિસ્સો આજકાલ ખૂબ ચર્ચામાં છે. અહીં એક નવ વર્ષના બાળકે પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવી હતી અને આ તસવીર તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં આ ફોટો પર અનેક પ્રતિક્રિયા મળી હતી. અમુક લોકોએ નવ વર્ષના નિર્દોષ બાળકના આ કાર્યની પ્રશંસા કરી તો કોઈએ તેને ધમકી પણ આપી હતી.

  ટ્રોલ થયો બાળક

  હોઠ પર લિપસ્ટિક લગાવેલા બાળકને યુઝર્સે ટ્રોલ કર્યો હતો. જેના બાદમાં તેના પિતરાઈઓ તેની મદદે આવ્યા હતા. તેમણે પણ પોતાના હોઠ પર લાલ રંગની લિપસ્ટિક લગાવીને તસવીર પોસ્ટ કરી હતી. આ મામલે દીક્ષા બિજલાની નામની એક યુવતીએ ટ્વિટર પર અમુક ટ્વિટ્સ કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે તે બાળકની પિતરાઈ બહેન છે.

  દીક્ષાએ ટ્વિટર પર લખ્યું છે કે, "તેના પિતરાઈને યુવતીઓની શૃંગારની વસ્તુઓ ખૂબ ગમે છે. તાજેતરમાં જ તેણે લિપસ્ટિક લગાવી તો તેને ધમકી મળવા લાગી હતી. અમુક લોકોએ તેની મજાક ઉડાવી હતી. જેનાથી મારો ભાઈ ખૂબ પરેશાન થઈ ગયો હતો. ઘરમાં જ તે ક્યારેય બેડ નીચે તે ક્યારેક પદડા નીચે પોતાનું મોઢું છૂપાવી દેતો હતો."

  બાળકની મદદે આવેલી તેની પિતરાઈ બહેન


  બાદમાં દીક્ષા અને તેના પિતરાઈએ લિપસ્ટિક લગાવીને ગ્રુપ તસવીર ક્લિક કરી હતી અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા.

  આ ઘટના બાદ લોકોની કોમેન્ટ્સથી પરેશાન થઈ ગયેલો બાળક હસતા મોઢે લોકો સામે આવ્યો હતો. દીક્ષાનું કહેવું છે કે આશા રાખીએ કે લોકો તેમના બાળકોને સમજાવશે કે તેઓ જેવા છે તેવા સારા છે, તેઓ ગમે તેમ રહે લોકોએ તેમને ધમકાવવા જોઈએ નહીં.
  Published by:Vinod Zankhaliya
  First published: