અમરનાથ જતા રસ્તામાં અહીં 24 કલાકમાં એકવાર શેષનાગનાં દર્શન થાય છે

 • Share this:
  27 જૂને શરૂ થયેલી અમરનાથયાત્રા શિવ-ભક્તોને મન મોટું મહત્વ છે. અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવ સ્વયં સાચા ભક્તોને દર્શન આપે છે. આ ગુફા સુધી પહોંચતાં પહેલાં ઘણા બધા અવરોધોને પાર કરવા પડે છે. એવી માન્યતા છે કે અમરનાથ આવતાં પહેલાં એક તળાવ આવે છે, એમાં ભગવાન શેષનાગનો વાસ છે. આ પણ યાત્રાનો એક મહત્ત્વનો પડાવ છે. આ વર્ષે બે લાખથી વધુ શિવ-ભક્તોઓએ અમરનાથયાત્રા માટે પોતાની નોંધણી કરાવી છે. 20 દિવસ વધુ ચાલી રહેલી આ પવિત્ર યાત્રા 26 ઓગસ્ટે સમાપ્ત થશે.

  અહીં શેષનાગનું તળાવ છે

  શિવભક્તો બાબા બર્ફાનીની જય જયકાર બોલાવતા અમરનાથની યાત્રાએ રવાના થાય છે. અહીં નીલકંઠ બાબા શિવ અમરેશ્વર મહાદેવનું સ્થાન છે. પ્રાચીન કાળમાં એને અમરેશ્વર નામે જાણીતું હતું. આ યાત્રામાં ચાલતાં ચાલતાં ડગલે ને પગલે ઘણીબધી મુશ્કેલીઓ આવે છે, પણ ભોલાના ભક્તો ખૂબ ઉત્સાહ સાથે આ દુર્ઘમ યાત્રા પૂર્ણ કરીને બાબાનાં દર્શન મેળવે છે.  યાત્રા દરમિયાન રસ્તામાં આવતા શેષનાગ તળાવનું ખૂબ મોટું મહત્વ છે. આ મનોરમ્ય તળાવ પહલગામથી આશરે 32 કિમી અને ચંદનવાડીથી લગભગ 16 કિલો દૂર આવેલું છે. આ તળાવ શિયાળોમાં સંપૂર્ણ રીતે થીજી-જામી જાય છે. તળાવની આસપાસ સાત પહાડો આવેલા છે, કેટલાય ગ્લેશિયર પણ છે.

  લીદ્દર નદીમાંથી નીકળેલું લીલા પાણીનું આ ભવ્ય તળાવ છે. 3658 મીટર ઊંચાઇ પર આવેલું આ તળાવનું નામ શેષનાગના નામ પરથી રાખવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમરકથા સંભળાવવા અમરનાથ ગુફામાં લઇ જઈ રહ્યા હતા ત્યારે તેમણે અસંખ્ય સાપ-નાગોને અનંતનાગમાં, નંદિનીને પહેલગામમાં, ચંદ્રમાને ચંદનવાડીમાં છોડી દીધા હતા. ભગવાને શિવજીએ શેષનાગને કહીને રાખેલું કે આ તળાવથી આગળ કોઈને ન આવવા દેવા. ત્યારથી આ તળાવમાં શેષનાગનો વાસ છે. લોકમાન્યતા એવી છે કે 24 કલાકમાં એકવાર શેષનાગ તળાવની બહાર આવી સાચા ભક્તોને દર્શન આપે છે.
  Published by:Sanjay Joshi
  First published: