Home /News /india /ત્રણ તલાકનાં સુધારા બિલમાં શું હશે નવું, જાણો આ મહત્વની વાતો

ત્રણ તલાકનાં સુધારા બિલમાં શું હશે નવું, જાણો આ મહત્વની વાતો

પ્રતિકાત્મક તસવીર

એનડીએની સરકારે મેમાં પોતાનો બીજો કાર્યભાર સંભાળ્યાં પછી સંસદનાં આ પહેલા સત્રમાં સૌથી પહેલો ખરડો રજૂ કર્યો હતો.

ન્યૂઝ 18 ગુજરાતી : ટ્રિપલ તલાક બિલ ગુરૂવારે આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. એનડીએની સરકારે મેમાં પોતાનો બીજો કાર્યભાર સંભાળ્યાં પછી સંસદનાં આ પહેલા સત્રમાં સૌથી પહેલો ખરડો રજૂ કર્યો હતો. લોકસભામાં આ બિલને પસાર કરવો ઘણો જ સરળ લાગી રહ્યો છે, પરંતુ રાજ્યસભામાં આને પાસ કરાવવો સરકાર માટે મુશ્કેલ પડકાર રહેશે.

કેન્દ્રીય કેબિનેટે કેટલાક સુધારાઓની સાથે આને પહેલા પણ પસાર કરી લીધો છે. 29 ડિસેમ્બર 2017નાં લોકસભામાં આ વિધેયક પસાર થઇ ગયો હતો. જેમાં તરત ત્રણ તલાક આપવાને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યો હતો. જો ત્રણ તલાક બિલને મંજૂર મળી જાય તો તેમાં કેવા સુધારા જોવા મળી શકે છે.

આ પણ વાંચો : જાણો, કેવી રીતે ત્રણ તલાક બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે

સુધારા બિલ સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો

- ત્રણ તલાકને જો મંજૂરી મળી જાય છે તો કાનૂન 'ગેર જમાનતી' બનશે. પરંતુ આરોપી જમાનત માંગવા માટે સુનાવણી પહેલા પણ જજ પાસે દાદ માંગી શકે છે. આ અંતર્ગત જમાનત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવશે નહીં.

- આ પ્રાવધાન એટલે બનાવવામાં આવ્યું કે જજ પત્નીને પહેલા સાંભળે પછી જમાનત આપે.

- જજ નક્કી કરશે કે જમાનત ત્યારે જ આપવામાં આવે જ્યારે પતિ પત્નીને વળતર આપવા રાજી થાય. વળતરની રકમ પણ જજ નક્કી કરશે.

- મહિલા જ્યારે પોતાનાં લગ્ન પછીનાં સંબંધીને પોતાની સાથે લઇને આવશે પછી જ પોલીસ તેની ફરિયાદ નોંધશે.
First published:

Tags: Ravi shankar prasad, Triple Talaq