VIDEO - સાતમી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો, ખુલી પોલ, થઈ ધોલાઈ

News18 Gujarati
Updated: January 12, 2018, 7:07 PM IST
VIDEO - સાતમી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો, ખુલી પોલ, થઈ ધોલાઈ
સાસરીયાઓએ તેને બરોબર માર્યો ત્યારબાદ થાંભલા સાથે બાંધી દીધો...
News18 Gujarati
Updated: January 12, 2018, 7:07 PM IST
પશ્ચિમ બંગાળના 24 પરગણાના ખપૂર ગામમાં એક યુવકના સાસરીપક્ષે તેની જબરજસ્ત ધોલાઈ કરી. શફીકુલ ગાએન નામના આ વ્યક્તિએ પહેલા 6 લગ્ન કર્યા હતા અને હવે સાતમી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો. લગ્ન કરવા માટે તે એક મહિવાને પોતાની સાસરીમાં લઈ ગયો હતો.

શફીકુલે સાસરીમાં કહ્યું કે, આ મહિલા મારી સંબંધી છે તેને શહેરમાં લઈ જવાની છે. સાસરીપક્ષને તેના પર શંકા થઈ, તેમણે તુરંત તેનો વિરોધ કર્યો.

શફીકુલના સાસરીયાઓએ જ્યારે આ મુદ્દે મહિલાની પુછપરછ કરી તો તે ગોળમોળ જવાબ આપવા લાગી. ત્યારબાદ શંકા, સત્યમાં ફેરવાઈ ગઈ અને શફીકુલની જબરદસ્ત ધોલાઈ કરવામાં આવી. માર્યા બાદ સામે આવ્યું કે, તેણે આ પહેલા 6 લગ્ન કર્યા છે.

સાસરીયાઓએ તેને બરોબર માર્યો ત્યારબાદ થાંભલા સાથે બાંધી દીધો, અને ઘટનાની પોલીસને જાણકારી આપી. હાલમાં ડેગંગા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

First published: January 12, 2018
વધુ વાંચો
अगली ख़बर