કોઇ મરાઠી કેમ નથી બની શકતા વડાપ્રધાન? જરૂર બનશે- ફડણવીસ

News18 Gujarati
Updated: January 5, 2019, 11:26 AM IST
કોઇ મરાઠી કેમ નથી બની શકતા વડાપ્રધાન? જરૂર બનશે- ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ ફોટો)

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, વર્ષ 2050 સુધી મહારાષ્ટ્રમાંથી એકથી વધારે લોકો વડાપ્રધાનના પદ પર જોવા મળી શકે છે. 16માં જગતિક મરાઠી સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન દરમિયાન ફડણવીસે આ વાત કહી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું 2050 સુધી મહારાષ્ટ્રમાંથી કોઇ વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે, કેમ કે અત્યાર સુધી મહારાષ્ટ્રના કોઇપણ નેતા દેશના વડાપ્રધાન બની શક્યા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, "કેમ નહીં. જરૂર બની શકશે. જો ભારત પર, સંપૂર્ણ ભારત પર સાચા અર્થમાં કોઇએ રાજ કર્યું હોય તો તે મહારાષ્ટ્રીયન જ છે. અમારામાં અટક સુધી પહોંચવાની ક્ષમતા છે." અટક પર 18મી સદીમાં મરાઠા સેનાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. જે હાલમાં પાકિસ્તાનમાં છે.

ફડણવીસે કહ્યું કે, "આથી મારું માનવું છે કે 2050 સુધી આપણે દેશના ઉચ્ચ પદ પર એક નહીં એકથી વધારે મહારાષ્ટ્રીયનોને જોઇશું."
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com