CM યોગીએ કહ્યું - આપણે રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ કરવી જોઈએ

News18 Gujarati
Updated: October 19, 2018, 8:25 PM IST
CM યોગીએ કહ્યું - આપણે રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ કરવી જોઈએ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને રામ મંદિરના નિર્માણની તૈયારી શરૂ કરવા માટે કહ્યું

આગામી લોકસભા-વિધાનસભાની ચૂંટણી વચ્ચે ફરી એક વખત રામ મંદિર પર રાજનીતિક ચર્ચાઓની શરૂઆત થઈ ગઈ છે

  • Share this:
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને રામ મંદિરના નિર્માણની તૈયારી શરૂ કરવા માટે કહ્યું છે. તેમણે એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે આપણે રામ મંદિરની તૈયારીઓ શરૂ કરવી જોઈએ.

આગામી લોકસભા-વિધાનસભાની ચૂંટણી વચ્ચે ફરી એક વખત રામ મંદિર પર રાજનીતિક ચર્ચાઓની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે વિજયાદશમી પર આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો રાગ છેડ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે.

ગુરુવારે એક કાર્યક્રમમાં બોલતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો બીજેપી સરકાર રામ મંદિરનું નિર્માણ નથી કરાવી રહી તો અમે રામ મંદિરનું નિર્માણ કરાવીશું. શિવસેના અધ્યક્ષે કહ્યું હતું કે રામ મંદિર બનાવો નહીં તો અમે મંદિર બનાવીશું. આ એક પવિત્ર કામ છે. જો તમે મંદિર નથી બનાવી શકતા તો તમારા(બીજેપી)ડીએનએમાં ગરબડ છે. શિવસેના આવી રીતે સમજાવતી નથી, કાનની નીચે બજાવીને સમજાવે છે.
First published: October 19, 2018
વધુ વાંચો
अगली ख़बर