જમ્મુ-કાશ્મીરની હાલત ખરાબ, વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂરઃ આર્મી ચીફ

જમ્મુ-કાશ્મીરની હાલત ખરાબ, વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂરઃ આર્મી ચીફ
આર્મી ચીફ (બિપિન રાવત)

રાવતે ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત સરકારના એ નિર્ણયનું સમર્થન કર્યું જેમાં પાકિસ્તાન સાથે વાતચીત રદ કરવામાં આવી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ સેના પ્રમુખ બિપિન રાવતે સોમવારે કહ્યુ કે લાઇન ઓફ કંટ્રોલ પાસે રહેલા આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે ત્યારે તેમણે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ જોતા આવી કાર્યવાહી કરવી જોઈએ.

  ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ, "મારું માનવું છે કે વધુ એક કાર્યવાહી (સર્જિકલ સ્ટ્રાઇક)ની જરૂર છે. પરંતુ હું એ ખુલાસો નહીં કરું કે અમે તેને કેવી રીતે અંજામ આપીશું." આ ઇન્ટરવ્યૂ સોમવારે પ્રસારિત કરવામાં આવ્યું હતું.  નોંધનીય છે કે ભારતીય સેનાએ બે વર્ષ પહેલા 29મી સપ્ટેમ્બરના રોજ લાઇન ઓફ કંટ્રોલ પાર આતંકીઓનાં ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. રાવતે ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત સરકારના એ નિર્ણયનું સમર્થન કર્યું હતું, જેમાં પાકિસ્તાન સાથે વાતચીત રદ કરવામાં આવી હતી.

  પાકિસ્તાન શાંતિ માટેના પ્રયાસો ચાલુ રાખશેઃ કુરૈશી

  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ કે, પાકિસ્તાન સાથે વાતચીતની ભારતની ઇચ્છા ન હોવા છતાં ઇસ્લામાબાદ તરફથી શાંતિ માટેના પ્રયાસો ચાલુ રહેશે. કુરૈશીએ આવું નિવેદન નવી દિલ્હી દ્વારા ન્યૂયોર્કમાં વિદેશી સ્તરીય વાતચીત રદ કરવાના ભારતના નિર્ણય બાદ આપ્યું હતું.

  વોશિંગ્ટન ખાતે પાકિસ્તાની દૂતાવાસમાં રવિવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કુરૈશીએ કહ્યુ કે, ભારત સપ્ટેમ્બરમાં જે વાતચીત માટે સહમત થયું હતું તેને રદ કરવા માટે જુલાઈમાં થયેલી ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  ભારતે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓની ખૂબ જ બર્બરતા પૂર્વક કરવામાં આવેલી હત્યા અને કાશ્મીરી આતંકવાદી બુરહાનવાણીના નામે પોસ્ટ ટિકિટ જાહેર કરવાના આધાર પર ન્યૂયોર્કમાં આ મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને તેમના પાકિસ્તાની સમકક્ષ કુરૈશી વચ્ચે યોજાનાર બેઠક રદ કરી નાખી હતી.
  First published:September 25, 2018, 09:54 am

  टॉप स्टोरीज