અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના

News18 Gujarati
Updated: November 23, 2018, 6:59 PM IST
અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના
અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના

શિવસેના સાંસદે કહ્યું - ભાજપાને 4 વર્ષ આપ્યા પણ તેમણે આ 4 વર્ષોમાં કશું કર્યું નથી. હવે વધારે રાહ જોઈશું નહીં

  • Share this:
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે શુક્રવારે અયોધ્યામાં કહ્યું હતું કે જ્યારે અમે 17 મિનિટમાં બાબરી મસ્જિદ પાડી દીધી હતી તો હવે કાયદો લાવવામાં મોદી સરકાર મોડુ કેમ કરી રહી છે. મંદિર બનાવવાની પાર્ટીની માંગણીને દોહરાવતા તેમણે પહેલા મંદિર પછી સરકારનો નારો આપ્યો છે. રાઉતે સ્પષ્ટ કર્યું છે કે શિવસેના રામના નામે વોટ માગશે નહીં. રામ મંદિર મામલે રાજનીતિકરણ ન થવું જોઈએ.

શિવસેના સાંસદે કહ્યું હતું કે ભાજપાને 4 વર્ષ આપ્યા પણ તેમણે આ 4 વર્ષોમાં કશું કર્યું નથી. હવે વધારે રાહ જોઈશું નહીં. હવે સરકાર કાનુન લાવે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરે.

રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવી રહ્યા છે તો સંદેશ સ્પષ્ટ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને શિવસેના વધારે રાહ જોઈ શકશે નહીં. અયોધ્યાના સાધુ-સંતો, મહંતો સાથે મુલાકાત થઈ છે. તે બધા ઉદ્ધવ ઠાકરેને આર્શીવાદ આપવા 24 નવેમ્બરે લક્ષ્મણ કિલા જરુર જશે.

આ પણ વાંચો - અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ: ડરેલા સ્થાનિકો એકત્ર કરી રહ્યા છે વધારાની ખાદ્યસામગ્રી

ઉલ્લેખનીય છે કે 24 અને 25 નવેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદની મોટી ધર્મસભા યોજાવાની છે. 25 નવેમ્બરે વિહીપની ધર્મસભામાં દેશભરથી લાખો રામભક્ત અયોધ્યા પહોંચશે. બીજી તરફ ફૈઝાબાદના અપર જિલ્લા મેજિસ્ટ્રેટ (કાનુન વ્યવસ્થા) પીડી ગુપ્તાએ અયોધ્યા જિલ્લામાં 17 જાન્યુઆરી 2019 સુધી કલમ 144 લાગુ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

આ આદેશમાં કહેવામા આવ્યું છે કે અયોધ્યા ક્ષેત્રમા પરિક્રમા અને કારતક પૂર્ણિમાના મેળાના કારણે વધેલી સંવેદનશીલતા અને દેશમાં આતંકવાદી ગતિવિધીઓને જોતા કામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ અધિગ્રહિત પરિસરમાં શાંતિ વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
First published: November 23, 2018
વધુ વાંચો
अगली ख़बर