રાહુલ ગાંધીને જેટલીની ચિંતા, કહ્યું- હું અને કોંગ્રેસ પાર્ટી 100% તેમની સાથે

News18 Gujarati
Updated: January 17, 2019, 7:33 AM IST
રાહુલ ગાંધીને જેટલીની ચિંતા, કહ્યું- હું અને કોંગ્રેસ પાર્ટી 100% તેમની સાથે
રાહુલ ગાંધીને જેટલીની ચિંતા, કહ્યું - હું અને કોંગ્રેસ પાર્ટી 100% તેમની સાથે

  • Share this:
વિત્ત મંત્રી અરુણ જેટલી પોતાની કિડનીની બિમારીની તપાસ માટે અમેરિકા ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જેટલીની હેલ્થને લઈને ચિંતામા છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને વિત્ત મંત્રી પ્રત્યે પોતાની આત્મયીતતા જાહેર કરી છે. રાહુલે કહ્યું હતું કે અરુણ જેટલીના હેલ્થને લઈને ઘણો ચિંતિત છે. કોંગ્રેસ પાર્ટી જેટલી અને તેના પરિવાર સાથે છે.

ઉલ્લેખનીય છે કે વિત્ત મંત્રી અરુણ જેટલીની ગત વર્ષે એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી જેટલીની પ્રથમ વિદેશ યાત્રા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા 2014માં વજન વધવાની સમસ્યાને લઈને પણ તેમની એક સર્જરી થઈ હતી.

આ પણ વાંચો - પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે નવું બિલ લાવી શકે છે મોદી સરકાર

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અરુણ જેટલી જી કા સ્વાસ્થ્ય સારું નથી. આ સાંભળી ઘણો ચિંતિત છું. અમે દૈનિક આધારે તેમના વિચારો પર તેમની સાથે લડીએ છીએ. જોકે મેં અને કોંગ્રેસ પાર્ટીએ તેમને પ્રેમ અને શુભકામના પાઠવી છે. અમે તે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. આ મુશ્કેલીના સમયમાં અમે તેમના અને તેમના પરિવાર સાથે છીએ.



અરુણ જેટલી 2000થી રાજ્યસભાના સાંસદ છે. ગત વર્ષે માર્ચમાં તેમને ઉત્તર પ્રદેશમાંથી ફરી રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા.
First published: January 16, 2019
વધુ વાંચો
अगली ख़बर