Home /News /india /

પાણીની કહાનીઃ કેનાલબંધ થતાં પશ્ચિમ રાજસ્થાનમાં વિકટ બની પાણીની સમસ્યા

પાણીની કહાનીઃ કેનાલબંધ થતાં પશ્ચિમ રાજસ્થાનમાં વિકટ બની પાણીની સમસ્યા

    ન્યૂઝ18ના કેમ્પેઇન પાણીની કહાનીમાં આજે પશ્ચિમ રાજસ્થાનની વાત કરીશું. રાજસ્થાનનો આ વિસ્તાર માટે પાણીનો શ્રોત એક માત્ર ઇન્દિરા ગાંધી કેનાલ પર આધારિત છે. ગરમીના દિવસોમાં સરકારે કેનાલબંધ કરવાની જાહેરાત કરી છે. એવામાં આ વિસ્તાર પાણીની તંગીમાં પસાર થઇ રહ્યો છે. આવો જોઇએ પશ્ચિમ રાજસ્થાનનો પાણીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

    મોટી સંખ્યામાં લોકો ભુજળને બદલે કેનાલ પર આશ્ચિત

    સામાન્ય દિવસોમાં જ પાણીના સંકટથી પરેશાન પશ્ચિમ રાજસ્થાનના અંદાજે 10 જિલ્લામાં હાલ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ રાજસ્થાનનો એ વિસ્તાર છે જ્યાં પીવાના પાણી માટે મોટી સંખ્યામાં લોકો ભુજળને બદલે કેનાલ પર આશ્ચિત છે. એવામાં ગરમીના દિવસોમાં લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. સરકારે હાલ અહીં કેનાલબંધી લાગુ કરી રાખી છે. કેનાલબંધી બાદ આ વિસ્તારમાં 15 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે.

    કેનાલની લાઇનિંગનું રિપેરિંગ કામ વિવાદમાં

    હરિયાણાથી રાજસ્થાનમાં પ્રવેશતી ઇન્દિરા ગાંધી મુખ્ય કેનાલની લાઇનિંગનું રિપેરિંગ કામ કરવા માટે 29 માર્ચથી 2 મે સુધી કેનાલબંધી લાગુ કરવામાં આવી હતી, કેનાલનું રિપેરિંગ 30 માર્ચે શરૂ થયું હતું પરંતુ હરિયાણાના ખેડૂતોના વિરોધને કારણે આ કામ 8 એપ્રિલે શરૂ થયું હતું, પશ્ચિમ રાજસ્થાનના 10 જિલ્લા આ કેનાલના પાણી પર નિર્ભર છે. તો 16 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ માટે આ જ કેનાલ પર નિર્ભર છે.

    રિપેરિંગ કામમાં મોડું થતાં તંત્રએ કેનાલબંધીનો સમય 10 દિવસ વધાર્યો છે, જેની અસર આ વિસ્તારના એક કરોડથી વધુ લોકોને થશે. તો બીજી બાજુ ભુસ્તર વિભાગે પાણીની અછતને ધ્યાને રાખી બીકાનેરે ઓડ ઇવન જેવી સિસ્ટમ લાગુ કરી દીધી છે. કેનાલ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પીએચઇડી વાળા ક્લોજિંગના સમયે પાણીનો ઉપયોગ સાવચેતીથી કરે જેથી ઉનાળાના અંતના દિવસ સુધી લોકોને પાણી મળી શકે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Water Crisis

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन