Video: વાવાઝોડા અને તોફાન વચ્ચે પાયલટે કરાવ્યું લેન્ડિંગ

વાવાઝોડા અને તોફાન વચ્ચે પાયલટે કરાવ્યું લેન્ડિંગ

બ્રિટનના બ્રિસ્ટલ એરપોર્ટ પર એક પ્લેનના લેન્ડિંગનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે

  • Share this:
    જમીનથી ઉંચાઈ પર ઉડી રહેલા પ્લેનમાં સફર કરી રહેલા લોકોને સહી સલામત જમીન પર લેન્ડ કરાવવાની જવાબદારી પાયલટ પર હોય છે. આવા સમયે ઘણી વખત ખરાબ મોસમની સ્થિતિમાં પાયલટને પ્લેનને કાબુમાં રાખવા માટે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દરમિયાન પાયલટોની સુઝબુઝ વધારે કામ આવે છે. આવો જ એક મામલો બ્રિટનમાં સામે આવ્યો છે. જ્યાં આકાશમાં એક પ્લેન આંધી-તોફાનના કારણે ડગમગ થવા લાગ્યું હતું પણ પાયલટની સુઝબુઝથી કોઈ પ્રકારની અનિચ્છનિય ઘટના બની ન હતી.

    બ્રિટનના બ્રિસ્ટલ એરપોર્ટ પર એક પ્લેનના લેન્ડિંગનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્લેન હવામાં છે અને પાયલટ લેન્ડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ વાવાઝોડાના કારણે પ્લેનથી લેન્ડિંગ આસાનીથી થતી નથી. જોકે પાયલોટે હિંમત છોડી ન હતા અને સુઝબુઝથી કોઈનો જીવ જોખમમાં મુક્યા વગર સુરક્ષિત રીતે પ્લેન લેન્ડ કરાવ્યું હતું.


    રિપોર્ટ્સ પ્રમાણે આ વીડિયો 12 ઓક્ટોબરનો છે TUI Airways planeના લેન્ડિંગ સમયે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને પાયલટની પ્રશંસા કરવામાં આવી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: