Home /News /india /

પાકિસ્તાનમાંથી ઓપરેટ થતુ હતું ઝડપાયેલ IS મોડ્યૂલ? અધિકારી કહ્યું, હોઇ શકે

પાકિસ્તાનમાંથી ઓપરેટ થતુ હતું ઝડપાયેલ IS મોડ્યૂલ? અધિકારી કહ્યું, હોઇ શકે

10માંથી 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. (તસવીર-PTI)

તપાસમાં સામે આવ્યું છે કે આ મોડ્યુલનાં માસ્ટરમાઇન્ડ મુફ્તી મોહમ્મદ સુહેલને અબુ મલિક 'પેશાવરી'નામનાં માણસ પાસેથી નિર્દેશ મળતા હતાં.

    અરૂણિમા

    શું એનઆઈએએ જે આઈએસ મોડ્યુલનો ખુલાસો કર્યો છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે? તપાસમાં સામે આવ્યું છે કે આ મોડ્યુલનાં માસ્ટરમાઇન્ડ મુફ્તી મોહમ્મદ સુહેલને અબુ મલિક 'પેશાવરી'નામનાં માણસ પાસેથી નિર્દેશ મળતા હતાં. પેશાવર પાકિસ્તાનનું એક શહેર છે સામાન્ય રીતે ત્યાંનાં લોકો પોતાના નામની આગળ પેશાવરી લગાવે છે.

    કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ પાસેથી જાણકારી મળી હતી કે કેટલાક આઈએસ સમર્થિત લોકો એક આતંકી સંગઠન તરીકે કામ કરે છે અને તેઓ દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોને નિશાનો બનાવી શકે છે. આ જાણકારી પછી એનઆઈએએ મુફ્તી મોહમ્મદ સુહેલ અને તેનાં 9 સહયોગીઓની ધરપકડ કરી તેમની સામે કેસ નોંધ્યો.

    જાણો કોણ છે મુફ્ચી સુહૈલ?

    જે દેશમાં ફિયાદીન હુમલાનું ષડયંત્ર રચી શકે છે. એનઆઈએ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ઉત્તર પ્રદેશ એટીએસે બુધવારે જોઇન્ટ ઓપરેશન ચલાવીને બધાની ધરપકડ કરી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે સીએનએન ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું કે, 'હા પાકિસ્તાન સાથે આ મોડ્યુલનાં તાર જોડાયા હોવાની શક્યતાઓ છે.'

    અધિકારીએ તે પણ જણાવ્યું કે મુફ્તી સુહેલ અને પેશાવરી વચ્ચે ઓનલાઇન માધ્યમોથી વાતચીત થાય છે. જેના માટે સુહૈલ પોતાના ઓનલાઇન નામ અબુ બસીર અલ ખુરાસનીનો ઉપયોગ કરતો હતો. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સુહેલ ફેસબુક દ્વારા પેશાવરીનાં સંપર્કમાં આવ્યો હતો.

    તપાસમાં જોડાયેલ અધિકારીઓએ કહ્યું કે સુહેલની પાસેથી જપ્ત કરાયેલ મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પછી પેશાવરનાં સંબંધમાં વધારે જાણકારી સામે આવી શકશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આઇએસ, આતંકવાદ, આતંકી, એટીએસ, એનઆઇએ

    આગામી સમાચાર