રામ મંદિર પર બોલ્યો હાર્દિક પટેલ, કહ્યું - સુપ્રીમ કોર્ટથી મોટો દેશ નથી

News18 Gujarati
Updated: December 29, 2018, 9:19 PM IST
રામ મંદિર પર બોલ્યો હાર્દિક પટેલ, કહ્યું - સુપ્રીમ કોર્ટથી મોટો દેશ નથી
રામ મંદિર પર બોલ્યો હાર્દિક પટેલ, કહ્યું - સુપ્રીમ કોર્ટથી મોટો દેશ નથી

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ - હાર્દિક પટેલ

  • Share this:
ગુજરાતના પાસ નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી સામે લોકસભા ચૂંટણી પહેલા પ્રચાર શરુ કરી દીધો છે. ઉત્તર પ્રદેશના બસ્તીમાં પહોંચેલા હાર્દિકે કહ્યું હતું કે હનુમાનની જાતિ બતાવનાર લોકોના મો પર રામનું નામ સારું લાગતું નથી. રામ મંદિર પર પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, સુપ્રીમ કોર્ટથી મોટો દેશ નથી.

હાર્દિકે બીજેપી ઉપર આરોપ લગાવ્યો હતો કે તે રામ મંદિરના નામે હિન્દુઓને ગુમરાહ કરી રહી છે. અમે અહીં ચૂંટણી લડવા કે કોઈ પાર્ટીને સર્મથન કરવાની વાત કરવા આવ્યા નથી. અમે સત્તા સામે બે કરોડ રોજગાર અને દરેક ખાતામાં 15 લાખ આવવાના વાયદા પર સવાલ ઉઠાવવા આવ્યા છીએ.

આ પણ વાંચો - અલ્પેશનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસને આપી બેફામ ગાળો

હાર્દિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે એક પુત્ર મા ગંગા સાથે ભૂલ કરે છે, કપટ કરે છે તો મા ગંગાના કરોડો પુત્ર છે, બીજા પુત્રો તૈયાર થઈ જશે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું હતું કે યોગી બાબા છે. સંસારથી દૂર રહેવું જોઈએ પણ સત્તામાં ચિપકેલા છે. યોગીનું કામ ભ્રષ્ટાચાર કરાવાનું છે, લોકોને અંદરો-અંદર લડાવાનું છે. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે બીજેપી રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમના નામ ઉપર આગામી ચૂંટણી લડવા જઈ રહી છે.
First published: December 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading