હરિયાણામાં વોલીબોલ ખેલાડીની ગોળી મારીને હત્યા

News18 Gujarati
Updated: June 27, 2018, 3:46 PM IST
હરિયાણામાં વોલીબોલ ખેલાડીની ગોળી મારીને હત્યા

  • Share this:
હરિયાણામાં વોલીબોલ ખેલાડીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્શોએ હરિયાણાના હિસાર જિલ્લાનાં સિસવાલ ગામમાં જિલ્લા કક્ષાએ રમતા વોલીબોલ ખેલાડીની ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના આદમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મગંળવારે રાત્રે બની હતી. હત્યાનો ભોગ બનનાર ખેલાડીનું નામ કુલદિપ છે. તેની ઉંમર 25 વર્ષની હતી.

કુલદિપ વોલીબોલ મેદાનથી બાઇક પર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેને ગોળી મારી દીધી હતી. આરોપીઓએ કલદિપને ગોળીઓથી વિંધી નાંખ્યો હતો. કલદિપનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના જે જગ્યા બની જ્યાં કોઇ શેરી લાઇટ નહોતી. આરોપીઓ હત્યા કરીને ઘટના સ્થળેથી પલાયન થઇ ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિસારની સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે, અજાણ્યા શખ્શો સામે ગૂનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારે કોઇના તરફ શંકા વ્યક્ત કરી નથી. પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લીધી છે અને ગૂનાનો ભેદ ઉકેલવા માટે મથામણ હાથ ધરી છે.
First published: June 27, 2018
વધુ વાંચો
अगली ख़बर