Home /News /india /

Video: PM મોદીના લખેલા ગરબા પર પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ બોલાવી રમઝટ

Video: PM મોદીના લખેલા ગરબા પર પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ બોલાવી રમઝટ

દિવ્યાંગ બાળકીઓએ ગરબા પર ખૂબસૂરત ગરબા કર્યા છે.

આ વીડિયોને રીટ્વિટ કરતા પીએમ મોદી પણ ભાવવિભોર થઇ ગયા હતા.

    હાલ નવરાત્રિ  ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ દિવ્યાંગ બાળકીઓનો ખૂબસૂરત ગરબા કરતો એક વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે આ ગરબો પીએમ મોદીએ લખેલો છે, જેના બોલ છે, 'ધૂમે તેનો ગરબો.' ગરબાના આ વીડિયો અર્પણ ફિલ્મ્સે બનાવ્યો છે.

    આ ગરબાના વીડિયોનું ડાયરેક્શન શૈલેસ ગોહિલ અને ડો. બિંદુ ત્રિવેદીએ કર્યું છે. જ્યારે એશ્વર્યા મજૂમદાર અને અમિ પારેખે આ ગીતને સ્વર આપ્યો છે. ગુજરાતના અમદાવાદ ખાતેના પ્રકાશ ગૃહ એનજીઓની બાળકીઓ આ વીડિયોમાં ગરબા ઘુમતી નજરે પડે છે. આ એનજીઓ ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે.

    દિવ્યાંગ બાળકીઓના આ ગરબા નૃત્યને તૃષા શાહે કોરિયોગ્રાફ કર્યું. આ ગરબો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.



    આ વીડિયોને રીટ્વિટ કરતા પીએમ મોદી પણ ભાવવિભોર થઇ ગયા હતા. તેમણે આ રીટ્વિટ કરતા લખ્યું કે, 'આ મારા દિલને અડી ગયું છે. આ દીકરીઓનું પરફોર્મન્સે ગરબાની આત્માને ખરેખરમાં જીવીત કરી દીધી છે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navratri 2018, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन