દિલધડક VIDEO : પ્લેટફોર્મમાં ફસાયો યુવક, મિત્રએ ન છોડ્યો હાથ

દુર્ઘટના થઈ કેમેરામાં કેદ

લગભગ 44 સેકન્ડ સુધી યુવક જિંદગી અને મોતની વચ્ચે ફસાયેલો રહ્યો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: તમે રેલવે પ્લેટફોર્મ પર અનેક દુર્ઘટનાઓ જોઈ હશે. મોટાભાગની દુર્ઘટનામાં લોકો જીવ ગુમાવે છે પરંતુ કેટલાક બચી પણ જાય છે. મુંબઈની પાસે ખાપોલી રેલવે સ્ટેશન ઉપર પણ એક આવી દુર્ઘટના થઈ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૂળે, આ વીડિયોમાં એક યુવક ટ્રેન પકડતી વખતે પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે ફસાઈ ગયો. આ દરમિયાન ટ્રેન આવી ગઈ, પરંતુ તેની મદદે મિત્ર આવી ગયો અને તેનો હાથ પકડી રાખ્યો.

  ટ્રેન પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે ફસાયેલા યુવકની ઉપરથી ટ્રેન પસાર થઈ પરંતુ તેને કંઈ જ ન થયું, કારણ કે તેના મિત્રએ હાથ ન છોડ્યો. જો મિત્ર હાથ છોડી દેતો તો યુવકનું મોત નક્કી હતું.

  વીડિયોમાં દેખાતા યુવકની બાજુમાં જ ફાસ્ટ ટ્રેન પસાર થઈ રહી છે. મિત્ર નીચે પડેલાં મિત્રને તેનો હાથ ન છોડવા વારંવાર કહી રહ્યો છે. લગભગ 44 સેકન્ડ બાદ તે યુવકને ટ્રેન પસાર થયા બાદ ઉપર લાવવામાં આવ્યો. અહેવાલો મુજબ વીડિયો 23 ડિસેમ્બરનો છે. અમિત શેંડગે નામનો યુવક ખાપોલી સ્ટેશન પર પાંચ મિત્રોની સાથે રાત્રે ટ્રેનમાં ચઢવાના ચક્કરમાં ફસાઈ ગયો હતો. પડતાં જ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો. તે પડ્યો ત્યારે જ ટ્રેન ચાલવા લાગી.  અમિતને બચાવવા માટે એક મિત્ર ઝડપથી તેનો હાથ પકડી લે છે અને ત્યાં સુધી નથી છોડતો જ્યાં સુધી ટ્રેન પસાર ન થઈ જાય. આ રીતે લગભગ 44 સેકન્ડ સુધી યુવક જિંદગી અને મોતની વચ્ચે ફસાયેલો રહ્યો. અમિત એક ઈંચ વધુ સરકતો તો તેનું મોત નક્કી હતું. પરંતુ મિત્રની હિંમતે તેનો જીવ બચાવી લીધો.
  Published by:Mrunal Bhojak
  First published: