વિજય માલ્યાએ વર્ષ 2016માં પીએમ મોદી અને નાણામંત્રીને લખેલો પત્ર કર્યો જાહેર

News18 Gujarati
Updated: June 26, 2018, 3:39 PM IST
વિજય માલ્યાએ વર્ષ 2016માં પીએમ મોદી અને નાણામંત્રીને લખેલો પત્ર કર્યો જાહેર
વિજય માલ્યા (ફાઇલ તસવીર)

  • Share this:
બેંકોનું દેવુ લઇને દેશ છોડનારા વિજય માલ્યાએ પીએમ મોદી અને નાણાંમંત્રી અરૂણ જેટલીને 15 એપ્રિલ 2016ના રોજ લખેલો એક પત્ર જાહેર કર્યો છે. માલ્યાએ ટ્વિટની સાથે પત્ર શેર કરતા લખ્યું છે કે બે વર્ષ પછી પણ મને આનો જવાબ નથી મળ્યો. જેથી બધી વસ્તુઓ યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે હું આ પત્રોને જાહેર કરી રહ્યો છું.

હું બેંકોના દેવા ચુકવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યો છું પરંતુ મને બેંક ડિફોલ્ટનો પોસ્ટર બોય બનાવીને જનતાના ગુસ્સાનો શિકાર બનાવી દેવામાં આવ્યો છે.

માલ્યાએ યુનાઇટેડ કિંગડમથી આપેલા નિવેદનમાં કહ્યું કે, 'મેં 15 એપ્રિલ 2016ના રોજ પીએમ મોદી અને નાણાંમંત્રી જેટલીને પત્ર લખ્યો હતો. આ પત્રને જાહેર કરી રહ્યો છું જેથી તમે આ વસ્તુઓ સમજી શકો. માલ્યાએ કહ્યું કે બંન્નેમાંથી કોઇનો જવાબ નથી આવ્યું.'આવા પત્રનાં પાંચ પેજ ટ્વિટ કર્યા છે.

નોંધનીય છે કે વિજય માલ્યા પર બેંકોની સાથે છેતરપિંડીનો આરોપ છે.  તે વર્ષ 2016ના રોજ ભારતથી ફરાર થઇને યુકેમાં છુપાઇ ગયો છે. અને હવે તે પ્રયત્ન કરી રહ્યો છે કે પ્રત્યાર્પણ થાય. તે ભારતમાંથી તે સમયે ફરાર થઇ ગયો હતો કે જ્યારે બેંકોનું તેની સામે 9 હજાર કરોડનું દેવું હતું. ગયા વર્ષે જ તેની યુકેમાં ધરપકડ કરવામાં આવી હતી.
First published: June 26, 2018
વધુ વાંચો
अगली ख़बर