Home /News /india /

2જી મામલો: વીડિયોકોન કરશે 10 હજાર કરોડનો માનહાનિ દાવો!

2જી મામલો: વીડિયોકોન કરશે 10 હજાર કરોડનો માનહાનિ દાવો!

દૂરસંચાર કંપની વીડિયોકોન ટેલીક્મ્યૂનીકેશન 2જી સ્પેક્ટ્રમ મામલામાં બધા આરોપીઓને છોડી દીધા બાદ સરકાર સામે 10 હજાર કરોડ રૂપિયાનું વળતરનો દાવો કરવાની યોજના બની રહી છે. કંપની સાથે જોડાયેલ સૂત્રો આ જાણકારી આપી છે.

કંપનીના વરિષ્ઠ પ્રબંધનના અંગતે કહ્યું કે, વીડિયોકોન ટેલિક્મૂનિકેશન સરકાર સામે ઓછામાં ઓછા 10 હજાર કરોડ રૂપિયાનું વળતરનો દાવો કરવાની યોજના બનાવી રહી છે. નુકશાનનું અનુમાન 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. કંપની આનું કેલ્ક્યુલેશન કરી રહી છે.

તેમણે કહ્યું કે, કંપનીને દૂરસંચાર સેવા કારોબાર માટે લગભગ 25 હજાર કરોડ રૂપિયાનું દેવુ લેવું પડ્યું હતું. દૂરસંચાર લાઈસન્સ રદ થવાથી તેને મોટું નાણાંકીય નુકશાન થયું હતું. કંપની જેનું કેલ્ક્યુલેશન કરી રહી છે.

નોંધનીય છે કે 2G સ્પેક્ટ્રમ મામલે મહત્ત્વનો ચુકાદો આવ્યો છે જેમાં તમામ આરોપીને દોષમુક્ત કરાયા છે. દેશમાં સૌથી મોટા કૌભાંડનો સૌથી મોટો ચુકાદો દિલ્હીના પટિયાલા કોર્ટે આપ્યો છે. કૌભાંડમાં કોઈ ગુનેગાર નહિ હોવાનો કોર્ટે ચુકાદો આપ્યો હતો. 2010માં આવેલા એક કેગ રિપોર્ટ અનુસાર સ્પેક્ટ્રમ પર પ્રશ્નો ઉઠાવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે સ્પેક્ટ્રમની હરાજીની જગ્યાએ ‘વહેલા તે પહેલા’ના આધાર પર ફાળવણી થઈ હતી. જેમાં સરકારને 1,76,000 રૂપિયાની ખોટ ગઈ હતી. એટલે કે 1 લાખ 76 હજાર કરોડનું કૌભાંડ થયું હતું. આ કૌભાંડ સમયે એ.રાજા ટેલિકોમ મંત્રી હતા. અને આ કૌભાંડમાં સાંસદ કનિમોજીનું પણ નામ સામેલ હતું. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતો કે હરાજીના આધાર પર લાઇસન્સ વહેંચવામાં આવ્યા હોત તો આ રકમ સરકારની તિજોરીમાં આવી જાત, ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલામાં ખાસ કોર્ટ બનાવા પર વિચાર કરવાનું કહ્યું હતું. આ કૌભાંજ અંતર્ગત 2001માં નક્કી કરાયેલા દર પર 2008માં સ્પેકટ્રમ વેંચવામાં આવ્યા હતા. અને એ.રાજા પર 3000 કરોડની લાંચ લેવાનો આરોપ હતો.
First published:

Tags: 2G Spectrum, Videocon

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन