Video: ભારતના આ ખેડૂતોની 'કીકી ચેલેન્જ' ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ

તમે જે પણ જમીન ખરીદવા માંગો છો બેંક પહેલા તેની આકારણી કરશે. જે પછી જમીનની કુલ કિંમતનું 85 ટકા લોન મારફતે આપવામાં આવશે. ખરીદેલી જમીન બેંકની પાસે રહેશે. અને લોન ચૂકવ્યા પછી તે જમીન તમારી થઇ શકે છે. લોન મોટાભાગે 9 થી 10 વર્ષ માટે આપવામાં આવે છે. તે સિવાય વ્યાજની રકમ એક વર્ષ પછી આપવાની રહે છે.

  • Share this:
    કોમેડિયન શિગ્ગીએ ડ્રેકના ગીત 'ઇન માય ફિલિંગ્સ' પર ડાંસ કર્યો હવે આ ચેલેન્જ દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યું છે. જો તમે હજી આવા વીડિયો નથી જોયા તો તમને કહી દઇએ કે આ ચેલેન્જમાં ચાલતી ગાડીમાંથી ઉતરીને ડાંસ કરવાનો હોય છે. આખી દુનિયામાં તો આ રીતે જ થાય છે પરંતુ આ ચેલેન્જ ભારતમાં આવી ત્યારે તેને કંઇક નવું જ થવાનું હતું. અત્યારે ખેતરમાં કીકી ચેલેન્જ કરતાં ખેડૂતોનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

    સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા આ ખેડૂતો તેલંગાનાનાં છે. નાના ગામડામાં રહેતા અનિલ ગીલા અને પિલ્લાઇ તિરૂપતિ પોતાના બળદ સાથે ખેતર ખેળતા ખેળતા આ ચેલેન્જ કરી રહ્યાં છે. તેઓ કાદવવાળા ખેતરમાં આ ડાન્સ કરે છે. આ અંગે તેમની સાથે એક મીડિયા ગ્રુપે વાત કરી હતી, ત્યારે અનિલે કહ્યું હતું કે, કાદવવાળી જમીન પર ડાન્સ કરવો સહેલો નથી હોતો. અમે અનેકવાર પ્રેક્ટિસ કરતા કરતા પડ્યા છે. જે પછી અમારો વીડિયો તૈયાર થયો છે.

    આ ખેડૂતોની કીકી ચેલેેન્જનો વીડિયો બોલિવૂડ એભિનેતા વિવેક ઓબરોયે પણ પોસ્ટ કર્યો છે.



    દુનિયાભરમાં કીકી ચેલેન્જ ખૂબ જ લોકપ્રીય થઈ રહી છે ત્યારે વડોદરાના કોમેડિયન રિઝવાના મીરનો એક વીડિયો વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનો કીકી ચેલેન્જનો આ પ્રથમ વીડિયો છે.

    આ પણ વાંચો : શું છે કીકી ચેલેન્જ? ગુજરાત પોલીસે લોકોને આ ચેલેન્જ ન સ્વીકારવા કેમ કરી અપીલ?

    રિઝવાનાના પુત્રએ આ વીડિયો તેના ઇન્ટાગ્રામ પર પોસ્ટ કર્યા બાદ તેને બે લાખ કરતા પણ વધારે વખત જોવામાં આવી ચુક્યો છે. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રિઝવાના મીરે યુવાઓને આવું ન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ફક્ત ફન માટે આ કર્યું હતું, પરંતુ લોકો તેનું અનુકરણ ન કરે તે જરૂરી છે.
    Published by:Kaushal Pancholi
    First published: