VIRAL VIDEO: ઇડલી-ચટણી બનાવવા માટે ટોયલેટનાં પાણીનો કરાતો ઉપયોગ

News18 Gujarati
Updated: June 1, 2019, 1:38 PM IST
VIRAL VIDEO: ઇડલી-ચટણી બનાવવા માટે ટોયલેટનાં પાણીનો કરાતો ઉપયોગ
આ અંગે રેલવે પોલીસનું કહેવું છે કે, તેને કોઇ ફરિયાદ મળી નથી. જે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે તે સ્ટેશનની બહાર જ ઉભો રહે છે

આ અંગે રેલવે પોલીસનું કહેવું છે કે, તેને કોઇ ફરિયાદ મળી નથી. જે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે તે સ્ટેશનની બહાર જ ઉભો રહે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો આપ રસ્તાનાં કિનારે ઉભા છો અને રેકડી પર ખાવાનાં શોખીન છો તો આ ખબર આપના માટે છે. આ વીડિયો જોઇને આપ આવી જગ્યાએ ખાતા પહેલાં સો વખત વિચાર કરશો. આ વીડિયો મુંબઇનાં બોરીવલી રેલવે સ્ટેશનનો છે. તેની સચ્ચાઇ જાણીને તમને પણ આંચકો લાગશે.

આ વીડિયોમાં ઇડલી વેચવા વાળો વ્યક્તિ સ્ટેશનનાં ટોયલેટનું ગંદુ પાણી લેતો નજર આવે છે. વીડિયો બનાવનારાએ તેને જ્યારે ટોક્યો તો પાણી ઢોળીને તે પાછો તેની રેકડી પર આવી ગયો અને ઇડલી વેચવા લાગ્યો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ બોરીવલીનાં સત્તાધીશોએ હવે આ મામલે સંપૂર્ણ તપાસનાં આદેશ આપ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)નાં અધિકારી શૈલેશ અધવનું કહેવું છે કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. સાથે જ જે લોક વેપાર કરવા માટે આ રીતનો ઉપયોગ કરે છે તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રેલવે પોલીસનું કહેવું છે કે, તેમને હજુ સુધી કોઇ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જે વ્યક્તિએ આ વીડિયો વાયરલ કર્યો છે તે સ્ટેશનની બહાર પોતાની રેકડી ચલાવે છે.



આપને જણાવી દઇએ કે એક મામલો ગત દિવસોમાં મુંબઇ થી કુર્લા સ્ટેશન પર જોવા મળ્યા હતાં. સ્ટેશન પર લીંબુ શરબતની દુકાન ચલાવનારો વ્યક્તિ કેન્ટિનની છત પર લીંબુ પાણી બનાવતો હતો તે તેનાં હાથ પાણીની અંદર નાંખીને લીંબુ નીચોવતો હતો. પછી તેની બાજુમાં ટાંકીમાં હાથ ધોઇને તે પાણીને શરબતમાં નાખતો. વીડિયો સામે આવ્યા બાદ રેલવે એ કેન્ટિનને સીલ કરી દીધી હતી.
First published: June 1, 2019, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading