શુક્રવારે લોન્ચ થશે 125 રૂપિયાનો સિક્કો

News18 Gujarati
Updated: June 28, 2018, 3:55 PM IST
શુક્રવારે લોન્ચ થશે 125 રૂપિયાનો સિક્કો
પી.સી મહાલનોબિસની 125મીં જયંતીના પ્રસંગે તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કરાશે

  • Share this:
ઘણાં વખતથી જેની રાહ જોવાઇ રહી છે તેવો 125 રૂપિયાનો સિક્કો જલ્દી જ આવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ 29 જુનના રોજ એટલે આવતી કાલે શુક્રવારે પી.સી મહાલનોબિસની 125મી જયંતીના પ્રસંગે તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મૃતિ સિક્કો અને પાંચ રૂપિયાનો નવો સિક્કો જાહેર કરશે.

મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે (Statistics Day) તરીકે ઉજવવામાં આવે છે. આ જાણકારી આપતા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ વખતે સ્ટેટિસ્ટિક્સ ડેનો વિષય "અધિકારીક સંખ્યમાં વિશ્વાસ" છે.

પાંચસો અને એક હજારની નોટો પણ બદલાઇ ગઇ છે. આ બદલાવ પછી હવે સરકાર બજારમાં નવા સિક્કા લાવવાની તૈયારીમાં છે. સરકાર બજારમાં 125 રૂપિયાનો સિક્કો લાવવા જઇ રહી છે. એવું પહેલી વખત થશે જ્યારે ભારતીય બજારમાં 125 રૂ.નો સિક્કો આવશે. અત્યારે બજારમાં સૌથી મોટો સિક્કો 125 રૂપિયાનો છે.

સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવવા માટે કોલકતામાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મહાલનોબિસ દ્વારા અપાયેલ યોગદાનને જોતા સરકારે 2007માં દર વર્ષે 2007માં દરેક વર્ષે 29 જાન્યુઆરીના રોજ સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવવામાં આવે છે.
First published: June 28, 2018, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading