રામલલ્લાના દર્શન કરી ગર્જ્યા ઉદ્ધવ- 'હિંદુ હવે તાકતવર છે, ભાવનાઓ સાથે રમત ન રમો'

News18 Gujarati
Updated: November 25, 2018, 4:01 PM IST
રામલલ્લાના દર્શન કરી ગર્જ્યા ઉદ્ધવ- 'હિંદુ હવે તાકતવર છે, ભાવનાઓ સાથે રમત ન રમો'
અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે

'હિંદુઓની ભાવનાઓની સાથે રમત ન થવી જોઇએ. રામ મંદિર પર કોઇ ઠોસ નિર્ણય લેવો જોઇએ.'

  • Share this:
અયોધ્યામાં રવિવારે વિશ્વ હિંદુ પરિષદ (VHP) ધર્મસભા આયોજીત કરવા જઇ રહી છે. ધર્મસભાના માધ્યમથી આજે સંત અને ધર્માચાર્ય રામ મંદિર નિર્માણની તારીખ નક્કી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો પ્રયત્ન કરશે. આ સભામાં આરએસએસ અને વિશ્વ હિંદૂ પરિષદ સહિત અન્ય સંગઠનો સાથે જોડાયેલ આશરે 50થી 60 લોકોનું સંબોધન થશે. આ માટે અયોધ્યા છાવણીમાં ફરેવાઇ ગયું છે.

મંદિર ક્યારે બનશે તેની તારીખ કહો

રામલલાના દર્શન પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાના સવાલોના જવાબ આપ્યાં છે. ઠાકરેએ કહ્યું કે ચૂંટણીના સમયે લોકો રામ રામ કહે છે. ચૂંટણી પછી આરામ કરે છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'હું અયોધ્યામાં બધા દેશવાસીઓની ભાવનાઓ દર્શાવવા આવ્યો છું. મંદિર ક્યારે બનશે? તે તારીખની જાહેરાત થવી જોઇએ.'


શિવસેના પ્રમુખે કહ્યું કે, 'કાલે જે સંતોએ મને આશીર્વાદ આપ્યા, મેં તેમને જણાવ્યું કે જે કામ આપણે શરૂ કરવાના છે તે તેમના આશીર્વાદ વગર નહીં થઇ શકે. '

ઠાકરેએ કહ્યું, 'હિંદુઓની ભાવનાઓની સાથે રમત ન થવી જોઇએ. રામ મંદિર પર કોઇ ઠોસ નિર્ણય લેવો જોઇએ.'
ઉદ્ધવ ઠાકરે કહ્યું, 'મેં સાંભળ્યું હતું કે સીએમ યોગીએ કહ્યું હતું કે મંદિર હતુ અને રહેશે. આ તો અમારી ઘારણા છે, અમારી ભાવના છે. દુખની વાત એ છે કે તે જમીન પર ક્યાંય દેખાતુ નથી. તે મંદિર ક્યારે દેખાશે? જલ્દીમાં જલ્દી તેનું નિર્માણ થવુ જોઇએ.'

ઠાકરેએ કર્યા રામલલાના દર્શન

વીએચપીની ધર્મસભા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે જ પહોંચી ગયા હતાં. આજે સવારે ઠાકરેએ અયોધ્યાના રામલલાના દર્શન ગયા હતાં.

અનુમાન છે કે આજે બેથી ત્રણ લાખ રામભક્ત અયોધ્યા પહોંચશે. જેના કારણે શનિવારથી જ હાઇવે પર વાહનોની લાઇનો લાગેલી છે. આ ઉપરાંત અયોધ્યા આવતી ટ્રેનોમાં પણ ભારે ભીડ છે. ધર્મસભાનો કાર્યક્રમ સવારે આશરે 11 કલાકે શરૂ થઇને સાંજે 4 કલાક સુધી ચાલશે.

આ પણ વાંચો : અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના

આ પણ વાંચો : અયોધ્યામાં ઉદ્ધવે કહ્યું- રામ મંદિર મુદ્દે ભાજપ કુંભકર્ણની જેમ ઊંઘતી રહી, તેને જગાડવા આવ્યો છું

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર અને સમર્થકોની સાથે શનિવારે જ અયોધ્યા પહોંચી ગયા છે. જોકે તેમના અહીં પહોંચ્યા પછી કાર્યક્રમમાં અચાનક બદલાવ આવ્યો હતો. ભારે સંખ્યામાં આવેલા શિવસૈનિકોને શનિવારે રાતે એક વિશેષ ટ્રેનથી નાસિક માટે રવાના થઇ ગયા હતાં. જ્યારે રવિવારે પણ એક વિશેષ ટ્રેન સાંજે 4.00 કલાકે અયોધ્યાથી ઠાણે માટે રવાના થશે.
First published: November 25, 2018, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading