Home /News /india /

અયોધ્યા: ધર્મસભામાં VHPનું એલાન, વિવાદિત જમીન પર નહીં પઢવા દઇએ નમાજ

અયોધ્યા: ધર્મસભામાં VHPનું એલાન, વિવાદિત જમીન પર નહીં પઢવા દઇએ નમાજ

અયોધ્યા એકવાર ફરી રાજકારણનો અખાડો બની ગયો છે.

'રામ મંદિરના નિર્માણ માટે અમને આખેઆખી જમીન જોઇશે અને જમીન ભાગલાનો કોઇપણ ફોર્મ્યુલા મંજૂર કરવામાં નહીં આવે'

    અયોધ્યા એકવાર ફરી રાજકારણનો અખાડો બની ગયુ છે. શિવસેના પ્રમુખ શનિવારથી રામનગરીમાં છે. ભવ્ય રામમંદિરના નિર્માણ અંગે સરકાર પર દબાણ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદની આગેવાનીમાં થનારી ધર્મસભા રામની નગરીમાં શરૂ થઇ ચુકી છે. જે ચાર કલાક ચાલવાની છે.

    આ ધર્મસભામાં 2 લાખથી વધુ રામભક્તો અને સંતો જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ધર્મસભામાં 70 હજાર જવાનોને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સંતો સામે રામ મંદિર મુદ્દા પર તેના વિચાર રજૂ કરશે અને સરકાર પર કાનૂન બનાવવાનું દબાણ પણ કરશે.

    વિવાદિત જમીન પર નમાજ પઢવા નહીં દઇએ

    ધર્મસભાને સંબોધિત કરતા વીએચપીના આંતરરાષ્ટ્રીય સચિવ ચમ્પત રાયે કહ્યું કે રામ મંદિરના નિર્માણ માટે અમને આખેઆખી જમીન જોઇએ અને જમીન ભાગલાનો કોઇપણ ફોર્મ્યુલા મંજૂર કરવામાં નહીં આવે. ચમ્પત રાયે આગળ કહ્યું કે સુન્ની વકફ બોર્ડને જમીનના માલિકાના હકનો કેસ પરત લેવો જોઇએ. વીએચપી આ જમીન પર નમાજ પઢવા નહીં દે. નોંધનીય છે રે રામ મંદિર પર ઇલાહાબાદ હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદીત જમીનને ત્રણ ભાગમાં વહેંચી હતી.

    ધર્મસભામાં સામેલ થવા માટે શનિવારે જ સાધુ સંતો અને રામભક્તોના આવવાનો સિલસિલો યથાવત છે. માહોલને જોતા સુરક્ષાના મોટા બંદોબસ્ત કરી દેવામાં આવ્યાં છે તેથી કોઇ અપ્રિય ઘટના ન બને.

    વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને બજરંગ દળના હજારો કાર્યકર્તા દેશભરથી બસો અને ટ્રેનો દ્વારા ધર્મસભામાં ભાગ લેવા માટે અયોધ્યાના કારસેવકપુરમમાં મોટા ભક્તમાલની બગિયામાં ભેગા થયા છે. આ સભામાં આરએસએસના 1 લાખ અને વીએચપીના 1 લાખ કાર્યકર્તાઓ ભાગ લેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. માત્ર વારાણસીથી 10000 બજરંગી (બજરંગ દળ) અયોધ્યા પહોંચી રહ્યાં છે.

    વાંચો: રામલલ્લાના દર્શન કરી ગર્જ્યા ઉદ્ધવ- 'હિંદુ હવે તાકતવર છે, ભાવનાઓ સાથે રમત ન રમો'

    વીએચપીની ધર્મસભા અંગે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'અયોધ્યામાં બધા ચૂંટણીને કારણે જાય છે. ઉદ્ધવ ઠાકરેને પહેલા પણ ત્યાં જતા કોઇએ રોક્યા ન હતા. એકબાજુ બીજેપી સાથે તેમની મિત્રતા છે તો બીજી તરફ તે લોકોને જણાવવા માગે છે કે તેમની રૂચિ રામ મંદિરના નિર્માણમાં છે અને તે સરકાર પર દબાણ બનાવવા માંગે છે. લોકો મૂર્ખ નહીં બને.'


    વીએચપીની ધર્મસભા પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતાં. જે પછી મીડિયાના સવાલોના જવાબ આપતા ઠાકરેએ કહ્યું કે, 'ચૂંટણીના સમયે લોકો રામ રામ કહે છે. ચૂંટણી પછી આરામ કરે છે.' તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'હું અયોધ્યામાં બધા દેશવાસીઓની ભાવનાઓ દર્શાવવા આવ્યો છું. મંદિર ક્યારે બનશે? તે તારીખની જાહેરાત થવી જોઇએ.'

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dharma Sabha, Shivsena, VHP, અયોધ્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन