Home /News /india /

શાકભાજીવાળાનું લાઇટ બિલ આવ્યું 8.64 લાખ, કરી આત્મહત્યા

શાકભાજીવાળાનું લાઇટ બિલ આવ્યું 8.64 લાખ, કરી આત્મહત્યા

પ્રતિકાત્મક તસવીર

    શાકભાજી વેચનારા એક વ્યક્તિએ લાખો રૂપિયાનું વિજળીનું બિલ જોયા બાદ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ઔરંગાબાદમાં શાકભાજી વેચનારા વ્યક્તિનું માર્ચ મહિનાનું બિલ આઠ લાખ 64 હજાર રૂપિયા આવ્યું હતું. જો કે કંપનીએ પછી કહ્યું કે આ બિલ ખોટું છે.

    મૃતકના પરિવારજને જણાવ્યું કે જગન્નાથ નેહાજી શેળકેએ (36 વર્ષ) ગુરૂવારના રોજ ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તે વીજળી બિલના કારણે પરેશાન હતું અને મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરક કંપનીની સ્થાનિક ઓફિસે પણ મળી આવ્યો હતો.

    અધિકારીની બેદરકારી
    અધિકારીઓએ જણાવ્યું કે બેદરકારીના કારણે વીજળી કંપનીના સુશીલ કાશીનાથને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

    સુસાઇડ નોટ શરીર પર ચોંટાડી કર્યો આપઘાત
    જગન્નાથે ગળેફાંસો ખાઈ વીજબિલ વધારે આવ્યું હોવાથી હું આ પગલું ભરું છું એવુ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. તે સ્યુસાઇડ નોટ પોતાનાં શરીર ઉપર ચોંટાડી ગળેફાંસો ખાઈ લીધો હતો.

    આ બાબતે એવું જાણવા મળ્યું હતું કે જગન્નાથ શેળકે ગારખેડા વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે, તે પત્ની અને બાળકો સાથે ભારતનગરમાં રહેતો હતો. તેનું બે રૂમવાળું પતરાનું ઘર છે. આ રૂમ માટે વીજળી કંપનીએ 8.64 લાખનું બિલ મોકલાવ્યું હતું તેમજ બિલ ભરવામાં નહીં આવે તો વીજજોડાણ કાપી નાખી ઘર જપ્ત કરી લેવામાં આવશે એવું મહાવિતરણ દ્વારા કહેવામાં આવ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Aurangabad, આત્મહત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन