ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'વંદે માતરમ' કહેવામાં થતી આપત્તિને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે જો 'મા'ને સલામ નહીં કરીએ તો શું અફઝલ ગુરૂને સલામ કરશો ?
નાયડુએ સવાલ કર્યો કે ,'વંદે માતરમ એટલે મા તુજે સલામ, શું સમસ્યા છે ? જો મા'ને સલામ નહીં કરીએ તો શું અફઝલ ગુરૂને સલામ કરશો ?' નાયડુ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલના પુસ્તકના વિમોચનના કાર્યક્રમાં બોલ્યા હતાં.
ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રવાદને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરનાર લોકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વંદે માતરમ એટલે માની પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ કહે છે કે 'ભારત માતાની જય' તે માત્ર કોઈ તસ્વીરમાં કોઈ દેવી માટે નથી હોતું.
આ દેશમાં રહેનારા 125 કરોડ લોકો, તેમની જાતિ, રંગ, પંથ અથવા ધર્મ કાંઇ પણ હોય, તે માત્ર ભારતીય છે.
હિંદુત્વ પર ઉચ્ચતર ન્યાયાલયના 1995ના નિર્ણયનો ઉલ્લેખ કરતાં નાયડુએ કહ્યું કે ધર્મ માત્ર જીવન જીવવાની રીત છે. બકૌલ નાયડુ: હિંદુત્વ ભારતની સંસ્કૃતિ અને પરંપરા છે જે વિભિન્ન પેઢીઓમાંથી બહાર આવી છે. પુજા કરવાની રીત અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જીવન જીવવાની એક જ રીત છે અને એ છે હિંદુત્વ. નાયડુએ કહ્યું કે અમારી સંસ્કૃતિ 'વાસુધૈવ કુટુમ્બકમ' શિખવે છે. જેનો મતલબ છે વિશ્વ એક પરિવાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર