Home /News /india /

ફરી શરૂ થઇ વૈષ્ણવ દેવી યાત્રા, જંગલમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ

ફરી શરૂ થઇ વૈષ્ણવ દેવી યાત્રા, જંગલમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ

    હાલ મળતી જાણકારી પ્રમાણે વૈષ્ણવ દેવી યાત્રાના હિમકોટી માર્ગની પાસે જંગલમાં ભીષણ આગ લાગી ગઇ હતી. વન વિભાગના કર્મચારીઓ અને વાયુ સેનાની મદદથી થોડા કલાકો પછી આગને નિયંત્રિત કરવામાં આવ્યાં છે.

    નોંધનીય છે કે વૈષ્ણવ દેવીની આસપાસ ત્રિકુટાના જંગલોમાં બુધવારે અચાનક આગ લાગી ગઇ હતી. આગ ભવનની નજીક લાગી હતી જેના કારણે યાત્રાને રોકવું પડ્યું હતું. યાત્રા રોકવાના કારણે માર્ગમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ જમા થઇ ગઇ હતી.

    વાયુસેનાની સાથે એનડીઆરએફ અને અન્ય વિભાગોએ આગ શાંત કરવા માટે કલાકો મહેનત કરી.



    વાયુસેના હેલિકોપ્ટરની મદદથી આગ પર પાણીનો વરસાદ પણ કર્યો હતો.



    જણાવી દઇએ કે દરેક વર્ષે બે કરોડથી પણ વધારે લોકો વૈષ્ણવ દેવી મંદિરની યાત્રા કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Vaishno-devi temple

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन