Home /News /india /

ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ-2018 : દેવભૂમિને ડિજીટલ દેવભૂમિ બનાવશે 'Jio'

ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ-2018 : દેવભૂમિને ડિજીટલ દેવભૂમિ બનાવશે 'Jio'

ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ-2018 : દેવભૂમિને ડિજીટલ દેવભૂમિ બનાવશે ‘જિયો’

જિયો રાજ્યની 2185 સરકારી સ્કુલો અને 200થી વધારે સરકારી કોલેજોને આગામી બે વર્ષમાં જોડવાની યોજના બનાવી રહ્યું છે

    દેહરાદૂનમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ-2018નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વીડિયો જાહેર કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જિયોના માધ્યમથી દેવભૂમિને ડિજીટલ દેવભૂમિ બનાવવાની વાત કરી હતી.

    મુકેશ અંબાણીએ ઉત્તરાખંડ સરકારને પ્રથમ ઇન્વેસ્ટર સમિટ પર અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ડીજીટલ ઉત્તરાખંડ બનાવવા માટે જિયો પુરી રીત પ્રતિબદ્ધ છે. તેનાથી રાજ્યના દરેક નાગરિકને સર્વશ્રેષ્ઠ ક્વોલિટીની ડીજીટલ કનેક્ટિવિટી અને ડિજીટલ સેવાઓ મળી શકે છે.

    જિયો રાજ્યની 2185 સરકારી સ્કુલો અને 200થી વધારે સરકારી કોલેજોને આગામી બે વર્ષમાં જોડવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે 100થી વધારે રિલાયન્સ રિટેલ સ્ટોર્સ યોગ્ય કિંમત પર ચલાવવા અને તેની સંખ્યા વધારવાનો પ્લાન પણ છે.

    મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકારની પ્રો-બિઝનેસ પોલિસી અને જિયોનું રોકાણ મળીને હાઇટેક ઇન્ડસ્ટ્રીઝની પ્રગતિના નવા દરવાજા ખોલશે. તેમને વિશ્વાસ છે કે ઇન્વેસ્ટર્સ સમિટ ભવિષ્યમાં રાજ્યની પ્રગતિ માટે જમીન તૈયાર કરશે. રિલાયન્સ ઇન્સ્ટ્રીઝ રાજ્યના સહયોગ અને વાતાવરણથી પુરી રીતે સંતુષ્ઠ છે.

    મુકેશ અંબાણીએ વીડિયોમાં કહ્યું હતું કે મુંબઈમાં તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને મળ્યા હતા અને ઉત્તરાખંડને લીડિંગ સ્ટેટ બનાવવાના વિઝનથી ઘણા પ્રભાવિત થયા હતા. ઉત્તરાખંડમાં 7 અને 8 ઓક્ટોબરના રોજ થનાર ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશ-વિદેશની કંપનીઓ ભાગ લઈ રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Jio, ઉત્તરાખંડ, મુકેશ અંબાણી

    આગામી સમાચાર