Home /News /india /

ઋષિકેશ-ગંગોત્રી હાઇવે પરથી બસ ખીણમાં ખાબકી, 14 લોકોના મોત

ઋષિકેશ-ગંગોત્રી હાઇવે પરથી બસ ખીણમાં ખાબકી, 14 લોકોના મોત

ફાઇલ તસવીર

ઉત્તરાખંડના ઋષિકેશ-ગંગોત્રી હાઇવે ઉપર ગુરુવારે સવારે મોડી દુર્ઘટના ઘટી છે. સૂર્યધર નજીક 250 મીટર ઊંડી ખીણાં ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ ખાબગી હતી.

    ઉત્તરાખંડના ઋષિકેશ-ગંગોત્રી હાઇવે ઉપર ગુરુવારે સવારે મોડી દુર્ઘટના ઘટી છે. સૂર્યધર નજીક 250 મીટર ઊંડી ખીણાં ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ ખાબગી હતી. જેમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાય થયા છે.

    ઘટનાની જાણ થથાં ટિહરી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી છે. સાથે સાથે ચાંબાથી રાહત બચાવની ટીમ સ્થળે પહોંચી છે. આ ઉપરાંત ડીએમ અને એસડીએમ પણ અહીં પહોંચ્યા છે.

    એસડીઆરએફના આઈજી સંય ગુન્યાલે કહ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોતના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 18 લોકો ઘાયલ છે. ઘાયલો પૈકીની 6 લોકોની હાલત વધારે ગંભીર છે.



    ઘટના સ્થળ ઉપર સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ ઉપસ્થિત છે. દરેક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળથા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કર્મચારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચ ગઈ હતી.



    ઉત્તરાખંડ સરકારે ઘાયલોને એમ્સ પહોંચાડવા માટે હેલિકોપ્ટર આવાનો આદેશ કર્યો છે. મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે. સરકારે ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થીક મદદ કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘટનાની તપાસના પણ સરકારે આદેશ આપ્યા છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Bus accident, ઉત્તરાખંડ

    આગામી સમાચાર